તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
સોમનાથ મંદિર સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છેઃ કૈલાશ ખેર
ગુજરાત એ એક એવી ધરતી છે, જેના અલગ-અલગ ભાગમાં આધ્યાત્મિક વિસ્મય છુપાયેલા છે

પ્રભાસપાટણ : મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલા પર્વના પહેલા દિવસે સોમનાથ આવેલા સુપ્રસિદ્ધ ગાયક શ્રી કૈલાશ ખેરે પોતાના અવાજમાં શ્રદ્ધાળુઓને શિવમય બનાવ્યાં હતાં. શ્રી કૈલાશ ખેરે સોમનાથ મંદિર દર્શન અને પ્રભાસક્ષેત્રમાં આગમનનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કર્યો હતો.
શ્રી કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, ગુજરાત એ એક એવી ધરતી છે, જેના અલગ-અલગ ભાગમાં આધ્યાત્મિક વિસ્મય છૂપાયેલા છે. ભારતમાં મહેલ અને કિલ્લાઓ અઢળક જગ્યાએ છે પરંતુ ગુજરાત એવી ધરતી છે, જ્યાં મહેલ-કિલ્લાઓની સાથે જ ધર્માલય, દેવાલય અને મંદિરોની ભૂમિ છે.
મંદિરની વાત કરતા કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોર્તિલિંગ સહિત ગુજરાતની ભૂમિ પરના મંદિરોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. જે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા આધ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે અઢળક કાર્ય થઈ રહ્યું છે.
પૌરાણિક ભૂમિ પર સાંસ્કળતિક કાર્યક્રમો થકી સરકાર ઉત્કળષ્ટ કાર્ય કરી રહી છે. સમગ્ર ભારતને સનાતન સંસ્કળતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આમ કહી તેમણે વડાપ્રધાનશ્રીનો અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
