<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

આજથી અમદાવાદ અને ઉદયપુર વચ્‍ચે શરૂ થશે વંદે ભારત એક્‍સપ્રેસ

અમદાવાદ,તા.૧૬: અમદાવાદના અસારવા રેલવે-સ્‍ટેશનથી રાજસ્‍થાનના ઉદયપુર સિટી વચ્‍ચે આજથી વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે.

આ ટ્રેનનું ઉદ્ધાટન સોમવારે ઉદયપુરથી થશે. ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨.૨૫ વાગ્‍યે ઊપડશે અને સાંજે ૫.૧૫ વાગ્‍યે અસારવા પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં તમામ દિવસોએ અસારવાથી સાંજે ૫.૪૫ વાગ્‍યે ઊપડશે અને રાતે ૧૦ વાગ્‍યે ઉદયપુર પહોંચશે. એ જ રીતે ઉદયપુરથી આ ટ્રેન સવારે ૬.૧૦ વાગ્‍યે ઊપડશે અને ૧૦.૨૫ વાગ્‍યે અસારવા પહોંચશે. આ ટ્રેનમાં ઍર-કન્‍ડિશન ચેરકાર અને એક્‍ઝિક્‍યુટિવ ચેરકાર સહિત કુલ ૮ કોચ રહેશે. આ ટ્રેન હિમતનગર, ડુંગરપુર અને ઝાવર સ્‍ટેશન પર ઊભી રહેશે. આ અદ્યતન ટ્રેન રિક્‍લાઇનિગ અને આરામદાયક સીટો, મોબાઇલ ચાર્જિગ, બાયો-ટોઇલેટ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

(9:56 AM IST)