તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
ગુજરાતી સિનેમામાં ગ્લોબલ પ્લેટફોર્મ અને નવી પ્રતિભાઓ માટે ઈ ફોર યુ એન્ટરટેઈનમેન્ટની મોટી જાહેરાત
એમ્બીગ્રાની અને ડિવાઈન પ્રોડક્શન હાઉસના સહયોગથી આગામી સમયમાં મેગા ફિલ્મો આવશે: અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા પ્રોજેક્ટ્સની ઘોષણા કરવામાં આવી

અમદાવાદ: ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે ઈ૪યુ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ થયું છે. પ્રોડક્શન હાઉસ ઈ ફોર યુ એન્ટરટેઈનમેન્ટ દ્વારા એમ્બીગ્રાની અને ડિવાઈન જેવા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું મનોરંજન પૂરું પાડવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે.
આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ્સ પર લાવવાની પણ મજબૂત યોજના છે, જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય. નવી પ્રતિભાઓ માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ બનીને આવ્યું છે. ઈ૪યુ એન્ટરટેઈનમેન્ટ શુદ્ધ પ્રતિભામાં વિશ્વાસ ધરાવે છે, જેથી નવા કલાકારો કે ટેકનિશિયનો પોતાની ક્ષમતા સાબિત કરી શકે. તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા અને તમામ પ્રકારનો ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે. આગામી સમયમાં આ પ્રોડક્શન હાઉસ દ્વારા અનેક મોટા બજેટની ફિલ્મો અને વેબ સિરીઝની જાહેરાત કરવામાં આવશે, જેમાં સ્થાનિક કલાકારોને વૈશ્વિક ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
