<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

‘ગુજસીટોક'કાયદામાં મોટા ફેરફારની તૈયારીઃ આતંકી ગુનાઓ હવે નવા કેન્‍દ્રીય કાયદા મુજબ ગણાશે

સોમવારથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર એક અત્‍યંત મહત્‍વનું કાયદાકીય કદમ ઉઠાવવા જઈ રહી છે

 

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગરઃતા. ૧૪, ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર એક અત્‍યંત મહત્‍વનું કાયદાકીય કદમ ઉઠાવવા જઈ રહી છે. રાજયમાં આતંકવાદ અને સંગઠિત ગુનાઓને નાથવા માટેના કાયદા ‘ગુજસીટોક' (GUJCTOC) ૨૦૧૫ માં સુધારો કરવા માટેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.

કેમ કરવામાં આવી રહ્યો છે સુધારો?

આ સુધારા પાછળનું મુખ્‍ય કારણ કેન્‍દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી આચારસંહિતા છે.

નવો કેન્‍દ્રીય કાયદોઃ કેન્‍દ્ર સરકારે જૂની આઈપીસી (IPC) ને રદ કરીને ‘ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩' અમલી બનાવી છે.

આ નવા કેન્‍દ્રીય કાયદામાં આતંકવાદી કૃત્‍યોનો સમાવેશ પહેલેથી જ કરી દેવામાં આવ્‍યો છે. જો રાજયના કાયદામાં પણ તે રહે, તો તપાસમાં અસમંજસ (Double Investigatiંઁ) ઊભી થઈ શકે. આથી, ગુજસીટોકમાંથી આતંકી પ્રવૃત્તિની કલમો દૂર કરી તેને કેન્‍દ્રીય કાયદા સાથે સાંકળવામાં આવશે.

વિધેયકની મુખ્‍ય અસરોઃ

 સંગઠિત ગુના પર ધ્‍યાનઃ હવે ગુજસીટોક કાયદો મુખ્‍યત્‍વે ‘સંગઠિત ગુના   સિન્‍ડિકેટ' એટલે કે ગેંગવોર, ડ્રગ્‍સ રેકેટ અને આર્થિક ગુનાઓ જેવી સંગઠિત પ્રવૃત્તિઓ પર વધુ કેન્‍દ્રિત રહેશે.

કાયદાકીય સ્‍પષ્ટતાઃ આ સુધારાથી પોલીસ અને તપાસ એજન્‍સીઓ માટે કાયદાકીય પ્રક્રિયા વધુ સ્‍પષ્ટ અને સરળ બનશે.

જનસુરક્ષાની મજબૂતીઃ આ ફેરફારો રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે લાવવામાં આવ્‍યા છે.

રાજય સરકાર દ્વારા ૧૨  ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ હસ્‍તાક્ષર કરાયેલ આ સુધારા વિધેયક આગામી સત્રમાં ચર્ચા માટે મૂકવામાં આવશે. વિધેયક પર ગૃહમાં વિસ્‍તૃત ચર્ચા થયા બાદ તેને મંજૂરી માટે મોકલવામાં આવશે.

ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્‍કૃતિક કલા વારસાથી જીવંત બન્‍યું છે. ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજયની પરંપરાગત તથા સાંસ્‍કૃતિક કલા-કારીગરીના રંગે રંગાયું છે. વિધાનસભા સંકુલની દિવાલો અમદાવાદી માતાની પછેડી, કચ્‍છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારસા કલાની લોક કલાકૃતિઓથી દીપી ઉઠ્‍યું છે.(૩પ-૧૯)

(3:47 PM IST)