તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ભાજપા કર્ણાવતી મહાનગર (અમદાવાદ) ના સંગઠન માળખાની જાહેરાત : પ્રમુખ પ્રેરક શાહ દ્વારા વિવિધ મોરચા અને વિભાગોના હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની પરામર્શ બાદ શહેર ભાજપની નવી ટીમ જાહેર : યુવા, મહિલા અને લઘુમતી સહિતના મોરચાઓમાં નવા ચહેરાઓને સ્થાન આપી સંગઠન મજબૂત કરવા પર ભાર

કર્ણાવતી (અમદાવાદ), તા. 14 : ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે શહેરના વિવિધ હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની ગહન ચર્ચા-વિચારણા બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત શનિવાર, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવી છે.
મહાનગરના મુખ્ય હોદ્દેદારોની યાદી:
સંગઠનના મુખ્ય માળખામાં ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ મણીલાલ ભટ્ટ (સરસપુર), બિપીનભાઈ અંબાલાલ પટેલ (ઇન્ડિયા કોલોની), શ્રીમતી ભાવનાબેન હરીશભાઈ નાયક (ખાડિયા), વિનયભાઈ અમૃતભાઈ દેસાઈ (સૈજપુર) અને પ્રવીણભાઈ અંબાલાલ પટેલ (ઘાટલોડિયા) ની નિમણૂક કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે હીરાલાલ વાલાભાઈ પરમાર (ચાંદલોડિયા), શ્રીમતી શિતલબેન કમલેશભાઈ પંચાલ (શાહપુર) અને ડૉ. દેવેન્દ્રસિંહ કૌશિલસિંહ રાઠોડ (નિકોલ) જવાબદારી સંભાળશે.
મંત્રી પદ માટે દર્શકભાઈ રાજેન્દ્રભાઈ ઠાકર (જોધપુર), ગૌતમભાઈ લાલજીભાઈ કથીરિયા (નિકોલ), જશુભાઈ મોહનજી ઠાકોર (શાહીબાગ), શ્રીમતી ડીમ્પલબેન દેવાનંદભાઈ વરિન્દાની (સરદારનગર), કલ્પેશભાઈ પ્રવીણભાઈ ચૌધરી (વસ્ત્રાલ), દર્શનભાઈ દિનેશભાઈ પટેલ (સરખેજ), શ્રીમતી અનસૂયાબેન રવજીભાઈ પટેલ (અસારવા), શ્રીમતી જીગીશાબેન પ્રમોદકુમાર પ્રજાપતિ (ચાંદખેડા), શ્રીમતી જાસ્મિનબેન ચિરાગભાઈ શ્રીમાળી (વેજલપુર), હેમંતભાઈ જગદીશભાઈ મગરે (દાણીલીમડા) અને શ્રીમતી અંજલીબેન હર્ષભાઈ કૌશિક (શાહીબાગ) ની વરણી કરાઈ છે. આ ઉપરાંત તેજસભાઈ રમેશચંદ્ર દેસાઈને કોષાધ્યક્ષ (પાલડી), જીગ્નેશભાઈ શશીકાંતભાઈ જોરેને કાર્યાલય મંત્રી (ખોખરા) અને અભયભાઈ ધીરજલાલ વ્યાસને સહ કાર્યાલય મંત્રી (મકતમપુરા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિવિધ વિભાગોના ઈન્ચાર્જ:
* સોશિયલ મીડિયા: ઈન્ચાર્જ તરીકે ઝલકિતભાઈ અરવિંદભાઈ પટેલ અને સહ-ઈન્ચાર્જ તરીકે યશભાઈ ચેતનભાઈ રાવલ.
* આઈ.ટી. વિભાગ: ઈન્ચાર્જ તરીકે ચિંતનભાઈ ઈલેશભાઈ મહેતા અને સહ-ઈન્ચાર્જ તરીકે નિસર્ગભાઈ પંકજભાઈ ઓઝા.
* મીડિયા વિભાગ: ઈન્ચાર્જ તરીકે ડૉ. નિલયભાઈ દીપકભાઈ શુક્લ અને સહ-ઈન્ચાર્જ તરીકે લીલાધરભાઈ જાનકીરામ ખડકે કાર્યરત રહેશે.
વિવિધ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે કેતુભાઈ વિનોદભાઈ પટેલ (રાણીપ), મહામંત્રી તરીકે આકાશભાઈ સુખાજી ગેહલોત અને મહર્ષિભાઈ ભુપેન્દ્રભાઈ પાઠકની વરણી કરવામાં આવી છે.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી નંદીનીબેન નિર્દેશકુમાર પંડ્યા (નવરંગપુરા), મહામંત્રી તરીકે ડૉ. ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ અને શ્રીમતી નીકીબેન જયભાઈ શાહની નિમણૂક કરાઈ છે.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે પ્રવીણભાઈ હરદાસભાઈ જોગાણી (બાપુનગર), મહામંત્રી તરીકે ચંદ્રદીપસિંહ ઈન્દ્રવિજયસિંહ વાઘેલા અને પોરસભાઈ અરવિંદભાઈ પટેલને જવાબદારી અપાઈ છે.
* બક્ષીપંચ મોરચો: પ્રમુખ તરીકે ગૌરાંગભાઈ ધનજીભાઈ પ્રજાપતિ (ભાઈપુરા), મહામંત્રી તરીકે નીરજભાઈ મનસુખલાલ ગદ્દર અને જીગરભાઈ હર્ષદભાઈ બારૈયાની વરણી થઈ છે.
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે ઉમંગભાઈ જીવરાજભાઈ સરવૈયા (ગોમતીપુર), મહામંત્રી તરીકે વીજેશકુમાર અરવિંદભાઈ પરમાર અને સરજુભાઈ ખેમચંદભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.
* અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે રમેશભાઈ ગોમાજી રાણા (બાબુભાઈ) (સાબરમતી), મહામંત્રી તરીકે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ગટાર અને જયેશભાઈ મુકેશકુમાર પારધીની વરણી કરાઈ છે.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે અબ્દુલરઉફ યાકુબભાઈ શેખ (જમાલપુર), મહામંત્રી તરીકે પઠાણ સિરાજલ ખાન અને દીલજીતસિંહ દવીન્દરસિંહ રક્કડ જવાબદારી સંભાળશે.
આ નવી નિમણૂકની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રતાકરજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલને રવાના કરવામાં આવી છે. ભાજપા શહેર પ્રમુખ પ્રેરક શાહની આગેવાનીમાં નવી ટીમ "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ" ના મંત્ર સાથે કાર્યરત થશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
