News of Friday, 13th February 2026
નડિયાદની સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અમદાવાદની હોટલમાંથી ઝડપાયા: સંતાનના LC માટે મહિલાને હોટલમાં બોલાવ્યા
આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ

અમદાવાદના વટવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નડિયાદ તાલુકાની એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાને એક મહિલા સાથે હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના સંતાનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવવા માટે તેણે નડિયાદની એક શાળામાં અરજી કરી હતી. આ કામ માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને રૂબરૂ મળવા દબાણ કર્યું હતું અને અંતે અમદાવાદની એક હોટલમાં બોલાવી હતી. આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે શંકા જતાં બજરંગ દળના કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. કાર્યકરોએ વટવા GIDC વિસ્તારમાં આવેલી હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં આચાર્ય અને મહિલા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આશ્ચર્યજનક રીતે આચાર્ય પાસેથી સ્કૂલના સત્તાવાર LC બુકના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જે નિયમ વિરુદ્ધ શાળાની બહાર લાવવામાં આવ્યા હતા.
-
ઘટના બાદ બજરંગ દળના કાર્યકરો અને પીડિત મહિલા દ્વારા વટવા GIDC પોલીસ સ્ટેશન ખાતે આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. મહિલાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે આચાર્ય તેને સતત પરેશાન કરી રહ્યા હતા. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે મને એ રીતે ફસાવવામાં આવી છે કે મારા સંતાનો હોસ્ટેલમાંથી ભાગી જતાં હોવાથી LC મેં કઢી આપવા વિનંતી કરી હતી. જેથી મેં આચાર્યને LC કાઢી આપવા મેસેજમાં વિનંતી કરી હતી. પછી તેમને ખોટા મેસેજ કરવાનું શરુ કર્યું. હોટલમાં એકવાર મુલાકાત કરો. તેવા આક્ષેપ કર્યા. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો કે નડિયાદ બેંકમાં પણ લઈ ગયા હતા. જ્યાં મારું આધારકાર્ડ લઈ સામાન્ય કાગળ પર સહીં કરાવી હતી અને કહ્યું કે આ ફર્સ્ટ અને લાસ્ટ મુલાકાત છે પછી તમે એકલા આવજો એમ કહી બોલાવી હતી. મહિલાના આક્ષેપ બાદ ખળભળાટ મચ્યો છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
