<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગુજરાત વહીવટી સેવાના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં બઢતી : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયથી મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

સિનિયર સ્કેલના અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13માં અપાયું પ્રમોશન : જે.બી. દેસાઈ અને જે.ડી. ગઢવી સહિતના અધિકારીઓ હાલના હોદ્દા પર કાર્યરત રહેશે : જાણો બઢતી મેળવનાર તમામ અધિકારીઓની સંપૂર્ણ યાદી

ગાંધીનગર, તા. 13 : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય વહીવટી સેવા (GAS) ના ઉચ્ચ અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, ગુજરાત વહીવટી સેવા (સિનિયર સ્કેલ) ના 33 અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા (સિલેક્શન સ્કેલ) માં બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે અધિકારીઓનો પગાર ધોરણ લેવલ-12 (રૂ. 78,800 - 2,09,200) થી વધીને હવે લેવલ-13 (રૂ. 1,23,100 - 2,15,900) ના પે-મેટ્રિક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ તમામ અધિકારીઓને બઢતી આપીને તેઓ જે પદ પર હાલમાં કાર્યરત છે, તે જ પદ પર ફરીથી નિમણૂક આપવામાં આવી છે.
બઢતી મેળવનાર અધિકારીઓની વિગતવાર યાદી
રાજ્ય સરકારના આ આદેશ અનુસાર નીચે મુજબના અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રોમોશન આપવામાં આવ્યું છે:
 * એન.એસ.ગઢવી: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), મોરબી.
 * જે.બી.દેસાઈ: નિવાસી અધિક કલેક્ટર, ખેડા.
 * ડી.આર.પટેલ: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, પંચમહાલ-ગોધરા.
 * એમ.એસ.ગઢવી: ડેપ્યુટી કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી (SSPA), વડોદરા.
 * બી.એમ. જોતાણીયા: નિવાસી અધિક કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા.
 * એ.કે.પ્રજાપતિ: મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ગ્રામીણ ઉદ્યોગ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (GRIMCO), ગાંધીનગર.
 * એ.એમ. દેસાઈ: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), અમદાવાદ.
 * પી.વી.વસૈયા: અધિક નિયામક, ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર.
 * એ.કે.કાલસરીયા: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), વલસાડ.
 * જે.બી.વદર: માનનીય મંત્રી (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ) ના અંગત સચિવ, સચિવાલય, ગાંધીનગર.
 * જી.ડી.બામણીયા: અધિક કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA), કેવડિયા.
 * જે.વી.દેસાઈ: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), આણંદ.
 * આર.એસ.દેસાઈ: નિવાસી અધિક કલેક્ટર, આણંદ.
 * આર.એન.પંડ્યા (કુમારી): જનરલ મેનેજર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર.
 * શ્રીમતી એન.આર.શર્મા: નિવાસી અધિક કલેક્ટર, ગાંધીનગર.
 * એન.આર.ધાધલ: માનનીય રાજ્ય મંત્રી (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ) ના અંગત સચિવ.
 * બી.એન.ખેર: માનનીય રાજ્ય મંત્રી (રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે) ના અંગત સચિવ.
 * શ્રીમતી જે.ડી.ગઢવી: અધિક કલેક્ટર, સૌરાષ્ટ્ર-કચ્છ (સિંચાઈ), રાજકોટ.
 * સી.પી.પટેલ: નિવાસી અધિક કલેક્ટર, બનાસકાંઠા-પાલનપુર.
 * એચ.આર.પરીખ: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), વડોદરા.
 * એસ.જે.ખાચર: નિવાસી અધિક કલેક્ટર, મોરબી.
 * પી.એલ.ઝાંઝટ: નિવાસી અધિક કલેક્ટર, બોટાદ.
 * વાય.એસ. ચૌધરી: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), નર્મદા-રાજપીપળા.
 * એન.કે.મુછાર: અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટ.
 * શ્રીમતી એમ.બી.સોજીત્રા: નાયબ નિયામક, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગાંધીનગર.
 * શ્રીમતી બી.એસ.બારડ: નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢ.
 * ડી.પી.ચૌહાણ: નિવાસી અધિક કલેક્ટર, કચ્છ-ભુજ.
 * શ્રીમતી એસ.એન.પરીખ: અધિક નોંધણી નિરીક્ષક, અમદાવાદ ઝોન, અમદાવાદ.
 * શ્રીમતી આર.ડી.સરવૈયા: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), પોરબંદર.
 * શ્રીમતી જે.એન.ઝારુ: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ભાવનગર.
 * શ્રીમતી આર.ડી.સિંઘ: અધિક કલેક્ટર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA), ગાંધીનગર.
 * એન.એચ.ઉત્સવ (કુમારી): અધિક કલેક્ટર (સિંચાઈ), ઉત્તર અને મધ્ય ગુજરાત, ગાંધીનગર.
 * શ્રીમતી એમ.એમ.જોશી: અધિક કલેક્ટર, માનનીય મુખ્યમંત્રીની કચેરી, ગાંધીનગર.
ન્યાયિક પ્રક્રિયાને આધીન બઢતી
આ જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ બઢતી માનનીય ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી SCA No. 5182/2020 અને SCA No. 5972/2020 ના અંતિમ પરિણામને આધીન રહેશે. રાજ્યપાલના આદેશથી અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા દ્વારા આ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ જાણકારી અને જરૂરી કાર્યવાહી માટે રાજ્યના તમામ મહત્વના વિભાગો અને ઉચ્ચ અધિકારીઓને નકલ રવાના કરવામાં આવી છે.

(4:46 PM IST)