તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ગુજરાતમાં નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે અલાયદી કચેરીનો અમદાવાદમાં પ્રારંભ
વર્ષ 2025 મા રાજ્યમા 1058 ગુના નોધાયા હતા. 2248 કરોડની કિમંતનુ 20,995 કિલો ડ્રગ્સ પકડાયુ હતું.

અમદાવાદ : ગુજરાતમાં નાર્કોટિક્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે અલાયદી કચેરીનો અમદાવાદમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ડ્રગ્સના દૂષણને દૂર કરવા CID ક્રાઈમમાં આવતા રાજ્યમાં કુલ 6 ઝોન બનાવવામાં આવ્યા છે. ઇન્ચાર્જ ડીજીપી ડો.કે.એલ.એન.રાવ હસ્તે અમદાવાદ મીઠાખળી ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કચેરી ખુલ્લી મુકાઈ છે. રાજકોટ, બરોડા બાદ અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ કચેરી શરૂ કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સમાં 213 પોલીસ કર્મી , અધિકારીઓની ફાળવણી રહેશે. વર્ષ 2025 મા રાજ્યમા 1058 ગુના નોધાયા હતા. 2248 કરોડની કિમંતનુ 20,995 કિલો ડ્રગ્સ પકડાયુ હતું. ANTF માત્ર નશાનુ દુષણ નાથવા માટે કાર્યવાહી કરશે. નાર્કોટિક્સ હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે. 1908 નંબર અને 9904001908 વોટ્સેપ નંબર જાહેર કરવામા આવ્યો છે. આ હેલ્પ લાઇન નંબર પર કોઈ પણ ડ્રગ્સ વિરુદ્ધ માહિતી આપી શકશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
