તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ એક ગુનો નોંધાયો:ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી અને ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ
આરોપીઓએ ધંધો કરવાના નામે ₹50 હજાર લૂંટી લીધા હતા અને દર મહિને ₹2 લાખની ખંડણી માગી જમીન દલાલને માર માર્યો

સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ એક ગુનો નોંધાયો છે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી અને તેની ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર પાસેથી ખંડણી વસૂલ્યાનો આરોપ છે. જમીન દલાલને ઢોર માર મારતો ચિરાગ ગોટીનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ ધંધો કરવાના નામે ₹50 હજાર લૂંટી લીધા હતા અને દર મહિને ₹2 લાખની ખંડણી માગી જમીન દલાલને માર માર્યો હતો. આ મામલે ગોટી પરિવાર, યુવરાજ જાધવ સહિત કુલ 7 લોકો સામે FIR નોંધાઈ છે. પોલીસ તપાસ આગળ વધતા ચિરાગ ગોટી વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ ગુનાઓ દાખલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
