<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

દેશમાં ૧૦ વર્ષમાં નવી પ૦૦૦ પોસ્‍ટ ઓફીસ ખૂલી, અમદાવાદ ડીવીઝનનું વિભાજન જરૂરી

રાજયસભામાં નરહરિ અમીનની રજુઆતઃ વધુ પ૭૪૬ પોસ્‍ટ ઓફીસ ચાલુ થશે

રાજકોટ તા. ૧રઃ નરહરિ અમીન સંસદસભ્‍ય (રાજયસભા) દ્વારા પાર્લામેન્‍ટમાં રાજયસભામાં ઝીરો અવર્સમાં અમદાવાદનાં પોસ્‍ટલ ડિવિઝનનું બે ડિવિઝનમાં વિભાજન કરવા માટેની રજુઆત કરવામાં આવી હતી.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર દ્વારા આશરે ૧,૬૪,૦૦૦ પોસ્‍ટ ઓફિસો દ્વારા દરેક ગામ, દરેક ઘર અને દરેક વ્‍યકિતને નાગરિક-કેન્‍દ્રિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મોદી સરકારે ર૦૧૪ થી ર૦ર૪ દરમિયાન આશરે પ,૦૦૦ નવી પોસ્‍ટ ઓફિસો ખોલી છે અને પ,૭૪૬ નવી પોસ્‍ટ ઓફિસોને મંજુરી આપી છે. પોસ્‍ટલ નેટવર્કમાં આશરે ૧,ર૮,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થયું છે.

ર૦ર૬માં, અમદાવાદની વસ્‍તી આશરે ૮.૮પ મિલિયન (૮૦ લાખથી વધુ) હોવાનો અંદાજ છે. આમાં શહેરની વસ્‍તી અને આસપાસના નવા વિકસેલા વિસ્‍તારોના સમાવેશ થાય છે. અમદાવાદ ભારતનું પાંચમું સૌથી વધુ વસ્‍તી ધરાવતું શહેર છે અને સાતમું સૌથી મોટું શહેરી સમૂહ છે.

અમદાવાદ શહેરનાં ક્ષેત્રફળમાં લોકસભાની પ (પાંચ) બેઠકોમાં અમદાવાદ (પૂર્વ), અમદાવાદ (પヘમિ), ગાંધીનગર, સુરેન્‍દ્રનગર અને ખેડાનો સમાવેશ થાય છે. હાલમાં, અમદાવાદ પોસ્‍ટલ ડિવિઝનનાં નિયંત્રણ હેઠળ સેવા આપતી એકસો (૧૦૦) થી વધુ પોસ્‍ટ ઓફિસો અને (૬પ) પાંસઠથી વધુ શાખાઓ છે. હાલ ટપાલ સેવાઓમાં વધારો થવાથી અને વિકાસ તથા વસ્‍તી વૃદ્ધિને કારણે વર્તમાન પોસ્‍ટલ ડીવીઝન ખૂબ જ કાર્ય ભારણ અનુભવી રહ્યો છે, પરિણામે કામગીરીમાં કયારેક વિલંબ અને બિનકાર્યક્ષમતા અનુભવાઇ રહી છે. આ સમસ્‍યાનાં નિવારણમાં હાલના અમદાવાદનાં પોસ્‍ટલ ડીવીઝનનું વિભાજન કરીને બે કે ત્રણ ડીવીઝનોની રચના કરીને દરેક ડીવીઝનનાં નિયંત્રણ હેઠળની પોસ્‍ટ ઓફિસોનું પોસ્‍ટ ઓફિસ દીઠ કાર્યભારણ ઘટાડીને અને ચોકકસ ક્ષેત્રો પર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરીને સેવાની ગુણવત્તામાં સુધારો થઇ શકે તેમ છે. તેમ શ્રી નરહરિ અમીને જણાવ્‍યું હતું.

(4:15 PM IST)