<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગમી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર

ગ્રહણને કારણે આ દિવસે મંદિર બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાશે :ભક્તો 2 વાગ્યા પછી દર્શને જશે તો તેમને દર્શન કરવા મળશે નહીં.

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમ ભરવાનું અનેરું મહત્વ છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકભક્તો રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. ત્યારે આગામી ફાગમી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આગામી 3જી માર્ચે ફાગણી પૂનમ એટલે કે હોળીનો તહેવાર છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ફાગણી પૂનમે લોકો પગપાળા આવતા હોય છે. આ દિવસે પગપાળા ડાકોર આવવાનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે ફાગણી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ પણ છે. ત્યારે મંદિર ટ્રસ્ટે રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. ગ્રહણને કારણે આ દિવસે મંદિર બપોરે 2 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. એટલે જો કોઈ ભાવિક ભક્તો 2 વાગ્યા પછી દર્શને જશે તો તેમને દર્શન કરવા મળશે નહીં.

ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4થી માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખોલવામાં આવશે. મહત્વનું છે કે, ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ત્રિદિવસીય મેળો યોજાય છે. ફાગણી પૂનમના આયોજન તેમજ તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

(10:11 PM IST)