તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
ગોવાથી ગુજરાતમાં ઘુસાડાતો એક કરોડનો દારૂ પકડાયો

સુરતઃ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગરોળ તાલુકાના શિયાળજ ગામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ તુલસી હોટલના ર્પાકિંગમાં એક બંધ બોડીની ટ્રકમાંથી બાતમીના આધારે એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર અંગે તપાસ કરવામાં આવી છે.
સુરત જિલ્લા એલસીબીની ટીમે ટ્રક ખોલીને ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ચાલક અરવિંદકુમાર પ્રેમાભાઇ પાસેથી રૂ.૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ૧૨૫૦ રૂ. રોકડા કુલ ૧.૨૦ કરોડનો મુદામાલ કબ્જે લીધો હતો.
પોલીસે ચાલક અરવિંદકુમાર પ્રેમાભાઈ રહેવાસી બાડમેર રાજસ્થાનની તપાસ કરતા તેણે જણાવ્યું હતું કે આ માલ ગોવા થી શેઠજી નામના એક ઈસમે ભરાવી આપ્યો હતો અને રાજસ્થાન બાડમેરના રહેવાસી રમેશ જાટ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો અને તેને સૂચના આપવામાં આવી હતી કે સુરત જિલ્લામાં આવી તો અગાઉની અમારી સૂચનાની રાહ જોજે તારે કયાં જવાનું છે જેથી ડ્રાઇવર અરવિંદકુમાર ભરોસ ગાર્ડન હોટલમાં અગાઉની સૂચનાની રાહ જોઈ ઉભો હતો. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી માટે પકડાઈ ગયો હતો.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
