<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

વિશ્વનું ત્રીજુ સોૈથી મોટુ અર્થતંત્ર બનવા ભારતની દોટઃ સંસદમાં નરહરિ અમીનનું પ્રભાવક પ્રવચન

ભારતના ઉજ્જવળ ભાવિના પાયાને વધુ મજબુત કરતુ બજેટ : રમતગમત માટે ગુજરાતને અલગથી બજેટ ફાળવવાની માંગણી

રાજકોટ, તા.૧૧: નરહરિ અમીન સંસદસભ્‍ય રાજ્‍ય સભાએ   સંસદ ના ચાલુ બજેટ સત્ર માં બજેટ પર ની ચર્ચામાં ભાગ લેવા જણાવેલ કે વર્ષ તા.૨૦૨૬-૨૭ નું આ બજેટ ૧૪૦ કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને સંતોષ આપનારુ બજેટ છે. જે દેશના અર્થતંત્રને મજબુત કરે છે અને વિકસિત ભારતનો રોડ મેપ દર્શાવે છે. લોકોના સપના સાકાર કરનારૂ છે અને ભારતનાં ઉજજવળ ભવિષ્‍યનાં પાયાને વધારે મજબુત કરે છે.  ભારત બહુ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમિ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને વધારે મજબૂત કરે છે. દેશનાં લોકોએ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત બતાવવાનો સંકલ્‍પ લીધો છે. આ બજેટ ઐતિહાસિક અને મહિલા સશક્‍તિકરણને વધારે મજબુત કરનાર છે. મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને ૯ મી વખત બજેટ રજુ કરીને નવો રેકોર્ડ બનાવ્‍યો છે.

 શ્રી નરહરિ અમીને સંસદમાં જણાવેલ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ સંસદમાં નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ બજેટને આવકાર્યું છે. આ બજેટ વધારે શક્‍તિ પ્રદાન કરનારું અને ભારત જે રીફોર્મ એક્‍સપ્રેસ પર સવારી કરી રહ્યું છે તેને નવી ગતિ આપનારું છે. આ બજેટ ને કારણે ઈકોનોમી ને નવી ઉર્જા અને નવી ગતિ મળનારી છે.

નાણામંત્રીએ ૨૦૨૬ નાં આ બજેટ માં એક નવી ઉચ્‍ચ સ્‍તરીય સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સમિતિ ભારતનાં સેવાક્ષેત્ર પર એ.આઈ જેવી નવી ટેકનોલોજીની અસરનો અભ્‍યાસ કરશે. સરકારનો હેતુ શિક્ષણ, રોજગાર આપીને લોકોને ઉદ્યોગ સાહસિક બનાવવાનો છે.

(૧)આયુર્વેદની ૩ એમ્‍સ ભારતમાં ખુલશે જેમાં એક ગુજરાતનાં જામનગરમાં થશે. (૨)આગામી પાંચ વર્ષમાં બાયોફાર્મા સેક્‍ટરમાં ૧૦,૦૦૦ કરોડનું રોકાણ થશે. (૩)કેન્‍સર, ડાયાબીટીસ જેવી બીમારીઓની ૧૭ દવાઓ સસ્‍તી થશે તેમજ આ દવા ભારતમાં બનશે. (૪)દેશમાં સાત હાઈસ્‍પીડ રેલ કોરીડોર અને ૨૦ નવા જળમાર્ગ પણ બનશે. (૫)        વાહન અકસ્‍માત ક્‍લેમ્‍સ પર મળનારું વ્‍યાજ હવે ટેક્‍સ ફ્રી હશે. (૬)મોટર એક્‍સિડેન્‍ટ ક્‍લેમ્‍સ ટ્રીબ્‍યુનલ દ્વારા કોઇપણ વ્‍યક્‍તિને અપાયેલ વ્‍યાજ કર મુક્‍ત હશે. (૭)ટેક્‍સટાઈલ મેગા પાર્ક તૈયાર કરવામાં આવશે. (૮)સરકાર દરેક જિલ્લામાં કન્‍યા છાત્રાલય શરૂ કરશે. (૯)વિદેશમાં મુસાફરી, અભ્‍યાસ અને પૈસા મોકલવા માટે રાહત આપવામાં આવશે. (૧૦) સંરક્ષણ બજેટમાં ૧૫ ટકા વધારો કરવામાં આવ્‍યો છે. (૧૧)  દેશનું આરોગ્‍ય બજેટ રૂપિયા ૧૦૪.૫૯૯ કરોડ કરવામાં આવ્‍યું છે. (૧૨) ૨.૧૯ લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્‍યા છે. (૧૩) ૬૩૭૩૩ કરોડ રૂપિયા વિમાન અને એરો-એન્‍જીન પર ખર્ચવામાં આવશે. (૧૪)૨૫.૦૨૩ કરોડ રૂપિયા નૌકાદળ માટે ફાળવવામાં આવ્‍યા છે. (૧૫)ઈલેક્‍ટ્રોનિકસ માટે બજેટ ૨૨૯૧૯ કરોડથી વધારીને ૪૦,૦૦૦ કરોડ કરવામાં આવ્‍યું છે.  (૧૬) મોબાઈલ ફોન અને ઇલેક્‍ટ્રોનિકસ વસ્‍તુઓના ઉત્‍પાદન પર ભાર મુકવામાં આવેલ છે. (૧૭) સ્‍વદેશી વસ્‍ત ુઓને પ્રોત્‍સાહન આપવામાં આવશે.

  શ્રી નરહરી અમીને જણાવેલ કે વીબી જી રામ જી યોજનાને ૯૬ હજાર કરોડ રૂપિયા અને જૂની મનરેગા યોજના માટે ૩૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ૧૦૦ દિવસનાં બદલે ૧૨૫ દિવસ રોજગારી અને ખેતીની સીઝનના ૬૦ દિવસ અલગ એમ કુલ ૧૮૫ દિવસની રોજગારી અપાશે. (૩૨) વિદેશમાં પૈસા મોકલવામાં માટ TCS પાંચ ટકાથી ઘટાડી બે ટકા કરવામાં આવ્‍યો છે.  રૂપિયા ૧૧.૨ લાખ કરોડ ડીજીટલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર માટે ફાળવવામાં આવ્‍યા છે. (૪૦) પ્રધામંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંતર્ગત ૮૧.૩૫ કરોડ ગરીબોને નિઃશુલ્‍ક ૫ કિલો અનાજ આપવામાં આવે છે. (૪૧) પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ૫૬.૭૨ કરોડ લાભાર્થીઓના બેંક એકાઉન્‍ટ ૦ (ઝીરો) રૂપિયા થી ખોલવામાં આવ્‍યા છે.

આયુષ્‍માન ભારત યોજના હેઠળ રૂપિયા ૫ લાખ સુધી ની સારવાર મફત આપવામાં આવે છે. ગુજરાતમાં આ યોજના અને ‘‘માં અમળતમ યોજના'' એમ બંને યોજનાઓમાં કુલ ૧૦ લાખ રૂપિયા સુધી ની સારવાર મફત આપવામાં આવે છે. (૪૯) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામિણ ભારત ને જોડતા ૧૮૦૦૦ કિલોમીટરનાં નવા રસ્‍તા બનાવવામાં આવ્‍યા છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી નાં દુરંદેશી નેતળત્‍વમાં મેટ્રો નેટવર્ક ૧૦૦૦ કિલોમીટરનો આંકડો પાર કર્યો છે. જેનાથી ભારત મેટ્રો નેટવર્કમાં વિશ્વમાં ત્રીજા સ્‍થાન પર પહોંચી ગયું છે.  (૫૬) વર્ષ ૨૦૩૦ માં કોમનવેલ્‍થ ગેમ્‍સ અને ઓલમ્‍પિકસ ૨૦૩૬ માટેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ ને ‘સ્‍પોર્ટ્‍સ સીટી' બનાવવા માટે મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં રૂપિયા ૪૩૦.૮૪ કરોડ સૂચવવામાં આવ્‍યા છે. ઉપરાંત આગામી ‘‘વર્લ્‍ડ પોલીસ અને ફાયર ગેમ્‍સ-૨૦૨૯'' ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયા ખાતે યોજાનાર છે. સ્‍પોર્ટ્‍સ માટે ગુજરાતને અલગથી બજેટ મળે જ છે. તેમાં વધારો કરવા માટે  મારી વિનંતી છે. તેમ શ્રી નરહરિ અમીને ગૃહમાં જણાવ્‍યું હતું

(2:14 PM IST)