News of Wednesday, 11th February 2026
૧૪ વર્ષથી વોન્ટેડ હત્યારાને પヘમિ બંગાળથી સુરત પોલીસે વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધો
નો વોન્ટેડ ઇન સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગિયરમાં મૂકાયું: ડીસીપી રાઘવ જૈનના નેતૃત્વ હેઠળનો ઝોન ૩ LCB ટીમને બમ્પર સફળતાઃ સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી

રાજકોટ તા.૧૧: સુરત પોલીસે પヘમિ બંગાળમાં કતારગામના હત્યાના ગુન્હામાં ૧૪ વર્ષથી વોન્ટેડ હત્યારાને પヘમિ બંગાળમાં વિશેષ ઓપરેશન હાથ ધરી ફરાર હત્યારાને સુરત lcb ટીમે મદનીપૂરથી વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધેલ છે.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત સહિતના પ્રજાલક્ષી અભિયાન ચલાવવામાં આવે છે,જે સફળ બનાવવા અન્ય અધિકારીઓ તથા સ્ટાફ પણ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા હોવાથી વિશેષ સફળતા મળી રહી છે.
વર્ષ ૨૦૧૨માં સુરતના કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં નાસ્તો ફરતો આરોપી શેખ બાબરઅલી ઉર્ફે એસ.કે.બાબર શેખ હસનઅલી ઉર્ફે એસ.કે.૧૪ વર્ષથી વોન્ટેડ હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ કરતા વર્ષ ૨૦૧૨માં મરણ જનાર મુસ્તુફા મસરૂદીન શેખ કતારગામ નવી GIDC ખાતે આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો અને પકડાયેલા આરોપીની બાજુના ગામનો વતની હતો. તેઓ બંને વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો જે જૂની અદાવત રાખીને પકડાયેલા આરોપીએ મરણ જનારના ખાતા પર જઈને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો અને મળતકને ઢીક્કા મુક્કાનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ત્યાંથી ભાગી ગયો હતો.
ડીસીપી રાઘવ જૈનએ જણાવ્યું હતું કે, મળતક મુસ્તુફા મસરૂદીન શેખ અને આરોપી કતારગામ નવી GIDCમાં એમ્બ્રોડરીનું કામ કરતા હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ વચ્ચે અણબનાવ હતો અને એક દિવસ ઝઘડામાં મુસ્તુફા મસરૂદીન શેખનું મોત થયું હતું અને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આરોપી છેલ્લા ૧૪ વર્ષથી નાસ્તો ફરતો હતો
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
