તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
વલસાડના ઉમરગામમાં માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી નાંખી
માહ્યાવંશી ફળિયામાં એક માનસિક અસ્થિર પુત્રએ પોતાની માતાની ગળું કાપી નાખ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર ૪ હેઠળના માહ્યાવંશી ફળિયામાં એક માનસિક અસ્થિર પુત્રએ પોતાની માતાની ગળું કાપી હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 40 વર્ષીય પુત્રએ પોતાની માતાનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપી પુત્રની અટકાયત કરી હતી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉમરગામ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યાના કારણો, આરોપીની માનસિક સ્થિતિ અને અન્ય પાસાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
