<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અમદાવાદના સાઉથ બોપલમાં કારમાંથી ચોરી: બે ગઠિયાઓએ કારનો કાચ તોડીને બેગ ઉઠાવી ગયા

સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક કારને નિશાન બનાવીને ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ ગણતરીની જ સેકન્ડોમાં કારનો કાચ તોડી નાખ્યો

અમદાવાદના સાઉથ બોપલમાં કારમાંથી ચોરી કર્યાનો કેસ સામે આવ્યો છે. બાઈક પર આવેલા ગઠિયાએ કારમાંથી ચોરી કરી હતી. બે ગઠિયાઓએ કારનો કાચ તોડીને બેગની ચોરી કરી હતી. બે લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં તસ્કરોએ ડર વગર ચોરી કરી છે. સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક કારને નિશાન બનાવીને ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ ગણતરીની જ સેકન્ડોમાં કારનો કાચ તોડી નાખ્યો હતો. લોકોની અવરજવર હોવા છતાં, આ તસ્કરો કારમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

  મળતી માહિતી અનુસાર, સાઉથ બોરલમાં પ્રિન્સ નામના વેપારી પોતાની કાર રોડની સાઇડમાં પાર્ક કરીને કામ અર્થે બિલ્ડિંગમાં ગયા હતા. તેમણે રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવરની બાજુની સીટ પર રાખી હતી. આનો લાભ લઈને હેલ્મેટ પહેરેલા બે શખ્સોએ બાઇક પર ત્યાં આવી પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાઇક પાછળ બેઠેલા શખસે ત્રણ 6 સેકન્ડમાં કાચ તોડીને બેગની ચોરી કરી હતી. જ્યારે વેપારી પરત આવ્યા ત્યારે કાચ તૂટેલી હાલતમાં જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

(11:42 PM IST)