News of Monday, 9th February 2026
રાજકોટ, જામનગર બાદ હવે અમદાવાદમાં પણ કોંગ્રેસના ઉગ્ર વિરોધને પગલે ‘હું નથુરામ ગોડ્સે’ નાટકનો શો રદ
અમદાવાદમાં જાહેર દિવાલ ઉપર ‘ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો’, ‘ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય’ લખીને વિરોધ કરાયો હતો

અમદાવાદ : રાજકોટ, જામનગર બાદ હવે અમદાવાદમાં પણ કોંગ્રેસના ભારે વિરોધના કારણે ' હું નથુરામ ગોડસે ' નાટકનો શો રદ કરાયો છે, રાજકોટ અને જામનગરની માફક અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઇને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો . NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા જાહેર દિવાલ ઉપર ‘ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો’, ‘ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય’ લખીને વિરોધ કરવામાં આવ્યો છે. NSUIના નેતાઓએ નાટક ન યોજવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગેલ આજે અમદાવાદમાં નાટકનો શો નહીં યોજાય
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
