તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને હાઇકોર્ટથી હંગામી રાહત: ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારી
અગાઉ જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં યુવક પર થયેલા હુમલા મામલે શરતોના ભંગ બદલ જિલ્લા સેશન્સ કોર્ટે તેમના જામીન પણ રદ કર્યા હતા.

અમદાવાદ : લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને હાઇકોર્ટથી હંગામી રાહત મળી છે. ચાંગોદરમાં થયેલી માથાકૂટ બાદ આગોતરા જામીન માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારી છે. આ મામલે 23 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ જિલ્લા સેશન્સ કોર્ટે દેવાયત ખવડની આગોતરા જામીન અરજી રદ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં યુવક પર થયેલા હુમલા મામલે શરતોના ભંગ બદલ જિલ્લા સેશન્સ કોર્ટે તેમના જામીન પણ રદ કર્યા હતા.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
