તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્થિતિ યથાવત રહેવાની આગાહી
ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા સવારના સમયે ઠંડીનો અહેસાસ રહેશે, જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાશે

અમદાવાદ : રાજ્યમાં હાલ બેવડી ઋતુની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા સવારના સમયે ઠંડીનો અહેસાસ રહેશે, જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાશે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
