તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
મહીસાગર જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : દશરથભાઈ બારીયાએ ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપ્યું : જુઓ સંપૂર્ણ યાદી
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી જિલ્લાના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની વરણી : મહિલા, યુવા અને કિસાન પાંખમાં સંતુલિત નિમણૂંકો

લુણાવાડા: ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા દ્વારા સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ આ સંગઠનાત્મક માળખું જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારો:
જિલ્લાના મુખ્ય માળખામાં વિવિધ તાલુકાઓના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે:
* ઉપપ્રમુખ: દીપકભાઈ હીરાભાઈ ચાવડા (બાલાસિનોર), પ્રદીપસિંહ ભુપતસિંહ રાઠોડ (ખાનપુર), પ્રો. ઈશ્વરભાઈ વિરાભાઈ ડામોર (સંતરામપુર), પ્રો. ચંદુભાઈ એન. બારીયા (લુણાવાડા), હરીશભાઈ જી. પટેલ (લુણાવાડા) અને જયેશભાઈ ખેમાભાઈ પટેલ-ચૌધરી (કડાણા). આ ઉપરાંત મહિલા હોદ્દેદારોમાં શ્રીમતી ઈલાબેન કે. બારોટ (વીરપુર) અને શ્રીમતી જયાબેન ઉદેસિંહ ઠાકોર (બાલાસિનોર) ની નિમણૂંક કરવામાં આવી છે.
* મહામંત્રી: કમલેશભાઈ નાનાભાઈ પાદરીયા (કડાણા), તેજસભાઈ જગદીશભાઈ શાહ (બાલાસિનોર શહેર) અને ચિંતનભાઈ એમ. પટેલ (લુણાવાડા શહેર).
* મંત્રી: મહેન્દ્રકુમાર ખાતુભાઈ રાવળ (વીરપુર), સંદીપભાઈ નટુભાઈ ભોઈ (સંતરામપુર શહેર) અને બિપિનભાઈ કે. પટેલ (વીરપુર). મહિલા મંત્રીઓમાં શ્રીમતી રમિલાબેન કે. ડામોર (કડાણા), શ્રીમતી મીનાક્ષીબેન શર્મા (સંતરામપુર શહેર), શ્રીમતી હંસાબેન મુંડવાડા (સંતરામપુર), શ્રીમતી લીલાબેન મકવાણા (સંતરામપુર) અને શ્રીમતી જાગૃતિબેન હેમંતભાઈ પંચાલ (ખાનપુર) નો સમાવેશ થાય છે.
* અન્ય નિમણૂંકો: ડો. પ્રવિણભાઈ કે. પ્રજાપતિ (કોષાધ્યક્ષ), બાબરભાઈ એમ. પટેલ (કાર્યાલય મંત્રી), મહેશભાઈ રયજીભાઈ માલીવાડ (આઈ.ટી. ઇન્ચાર્જ), ડો. નિલેશકુમાર જયંતીભાઈ પટેલ (સોશીયલ મીડિયા ઇન્ચાર્જ) અને અશ્વિનકુમાર જયંતીલાલ પંડ્યા (મીડિયા ઇન્ચાર્જ) ની વરણી કરાઈ છે.
વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ:
જિલ્લાના વિવિધ સામાજિક અને વિભાગીય મોરચાઓમાં પણ નિમણૂંકો જાહેર કરવામાં આવી છે:
* યુવા મોરચો: નિકુંજ ગિરિશભાઈ બારોટ (પ્રમુખ), નિલ વિનયભાઈ પટેલિયા અને પંકજકુમાર રાજેશભાઈ દેવડા (મહામંત્રી).
* મહિલા મોરચો: શ્રીમતી રશ્મિકાબેન યોગેશભાઈ ડામોર (પ્રમુખ), શ્રીમતી કિંજલબેન કમલેશકુમાર સોની અને શ્રીમતી શીતલબેન કેયુરભાઈ પાદરીયા (મહામંત્રી).
* કિસાન મોરચો: કાળુભાઈ વિરાભાઈ માછી (પ્રમુખ), હરેશભાઈ અંબાલાલ પટેલ અને કિરીટકુમાર મણિલાલ પટેલ (મહામંત્રી).
* બક્ષીપંચ (OBC) મોરચો: વિનયસિંહ પ્રતાપસિંહ બારીયા (પ્રમુખ), કેતનસિંહ વક્તુસિંહ ઝાલા અને મહેન્દ્રકુમાર છગનભાઈ લબાના (મહામંત્રી).
* અનુસૂચિત જાતિ/જનજાતિ મોરચો: અનુસૂચિત જાતિ મોરચામાં પ્રમુખ તરીકે દિનેશભાઈ હીરાભાઈ વણકર અને અનુસૂચિત જનજાતિ મોરચામાં પ્રમુખ તરીકે મનોજભાઈ માનાભાઈ મકવાણાની નિમણૂંક કરવામાં આવી છે.
* લઘુમતી મોરચો: અલ્તાફ એ. સલામ કાઝી (પ્રમુખ) અને પીરજાદા નદિમ મુસ્તાક મીયા (મહામંત્રી).
આ નિમણૂંકોની જાણ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરને કરવામાં આવી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
