News of Sunday, 8th February 2026
અમદાવાદમાં બિનઆરોગ્યપ્રદ કાજુના કૌભાંડનો પર્દાફાશ: AMC હેલ્થ વિભાગના કઠવાડા GIDCમાં દરોડા, 3000 કિલો જથ્થો જપ્ત મોટી કાર્યવાહી
કેટલ ફીડના બહાને ચાલતું હતું કૌભાંડ; જીવડાંવાળા કાજુ પકડાતા યુનિટને કરાયું સીલ

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે આજે કઠવાડા GIDCમાં એક મોટી કાર્યવાહી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. કઠવાડા GIDC સ્થિત 'દેવ આઈલેન્ડ'માં ચાલતા એક યુનિટ પર દરોડા પાડીને આશરે 3000 કિલો બિનઆરોગ્યપ્રદ કાજુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે
મુખ્ય વિગતો:
* જીવડાંવાળો જથ્થો: તપાસ દરમિયાન મોટાભાગના કાજુમાં જીવડાં જોવા મળ્યા હતા અને કાજુનો ભૂકો પણ મળી આવ્યો હતો. આ જથ્થો તદ્દન બિનઆરોગ્યપ્રદ હાલતમાં હતો
* મોડસ ઓપરેન્ડી: ટ્રેડર ચિરાગ ઠક્કર દ્વારા આ એકમ ચલાવવામાં આવતું હતું. અહીં 'કેટલ ફીડિંગ' (પશુ આહાર) ના બહાને આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે
* પરપ્રાંતમાંથી આવક: આ કાજુનો જથ્થો ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અમદાવાદ લાવવામાં આવતો હતો
* નિયમોનું ઉલ્લંઘન: એકમ પાસે FSSAI ના જરૂરી લાયસન્સ પણ નહોતા. જરૂરી પુરાવા રજૂ ન કરી શકતા હેલ્થ વિભાગે FSSAI ના નિયમો અને GPMC એક્ટ હેઠળ આ યુનિટને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે
આ કાર્યવાહીને પગલે ખોરાક સાથે ચેડાં કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર આરોગ્યના હિતમાં આ તમામ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે અને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
