તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
ખેરાલુના ચાડા ગામ પાસે ધરોઈ કેનાલમાં ૭૫ વર્ષીય વૃદ્ધા ડૂબ્યા:ફાયર ટીમ દ્વારા શોધખોળ
૭૫ વર્ષીય આનંદીબેન બારોટ અચાનક કેનાલમાં પડ્યા: મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા ચાડા ગામ પાસે એક કરુણ ઘટના બની છે, જેમાં ધરોઈ કેનાલમાં એક વૃદ્ધ મહિલા ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ, ૭૫ વર્ષીય આનંદીબેન બારોટ બપોરના સમયે અચાનક કેનાલમાં પડ્યા હોવાનું અનુમાન છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. હાલમાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેનાલના ઊંડા પાણીમાં વૃદ્ધાની સઘન શોધખોળ હાથ ધરી રહી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
