<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

બાવળા- બગોદરા હાઇવે પર રજોડા પાસે પીકઅપ વાન પલટી: એક જ પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત

આ પરિવાર પીકઅપ વાન લઈને બાવળાથી મોડાસા તરફ જતો હતો ત્યારે અકસ્માત નડ્યો તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાવળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર આવેલા રજોડા ગામ પાસે એક પીકઅપ વાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાન પલટી ખાઈ જતાં તેમાં સવાર એક જ પરિવારના 4 સભ્યો (2 પુરુષ, 1 મહિલા અને 1 બાળક)ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. 

  મળતી માહિતી મુજબ, આ પરિવાર પીકઅપ વાન લઈને બાવળાથી મોડાસા તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાવળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(12:03 AM IST)