<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

નર્મદામાં આરોગ્ય સાથે ચેડા કરતા મેડીકલ ડીગ્રી વગરના બોગસ ડોકટરને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્વારા જીલ્લામાં જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા "બોગસ ડોકટરો" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના મુજબ એસ..ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસોસાથે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા 

 દરમ્યાન મળેલ માહિતી આધારે મેડીકલ ઓફીસર પી.એ.ચૌધરી PHC ખૈડીપાડા તથા ફાર્માસીસ્ટ વિપુલભાઇ એ. કોઠારી ગોપાલિયા PHC નાઓને સાથે રાખી શિમુલ કાર્તીક બિસ્વાસ (રહે. બોરીપીઠા તા. ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે.ગાંગની પોસ્ટ. બાડકુલ્લા જી.નદીયા પશ્ચિમબંગાળ )નાઓના કબ્જા ઘર બોરીપીઠા ખાતે રેડ કરતા તેઓ ગુજરાત મેડીકલ કાઉન્શીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગે નું લાયસન્સ ન હોવા છતા એલોપેથીક ની પ્રેકટીશ કરી ટેબલેટૉ તથા પોઇન્ટ ચઢાવાના બોટલો, સીરીંજ (નીડલો), ઇન્જેકશનો તથા સ્ટેથોસ્કોપ, ગોળીઓ વિગેરેના જથ્થા સાથે કુલ કિ.રૂ.૩૩,૨૬૦/- મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:22 PM IST)