<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

નાંદોદ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપીપલા ખાતે હાથીપગા રોગ મુક્ત અભિયાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલ સમગ્ર ગુજરાત માં દર વર્ષની જેમ અલગ અલગ રોગ બાબતે અભિયાન થઈ રહ્યા છે તેમ હાલમાં હાથીપગા રોગ મુક્ત અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આ અભિયાન શરૂ થયું છે.

હાલમાં હાથીપગા રોગ મુક્ત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપલા શહેર વિસ્તારમાં તારીખ.06/02/2026 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપીપલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજપીપલામાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખના હસ્તે રેલીનું શરૂઆત કરવામાં આવી જેમાં આ તમામ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીની શરૂઆત કરવામાં આવી હતી.

(11:02 PM IST)