<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં 29 વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ નિર્દોષ છૂટ્યો અને બીજા જ દિવસે તેનું મોત નીપજ્યું

ગુજરાત હાઈકોર્ટે પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને 4 ફેબ્રુઆરીએ નિર્દોષ જાહેર કર્યા અને તેને છોડી દેવાનો હુકમ કર્યો

અમદાવાદઃ વર્ષ 1997માં માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં 29 વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ નિર્દોષ છૂટ્યો છે. પરંતુ નિર્દોષ છૂટ્યાના બીજા જ દિવસે તેનું મોત નીપજ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને 4 ફેબ્રુઆરીએ નિર્દોષ જાહેર કર્યા હતા અને તેને છોડી દેવાનો હુકમ કર્યો હતો. ત્યારે ગઈકાલે જ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ મોતને ભેટ્યા છે.

એડવોકેટ નીતિન ગાંધી જણાવે છે કે, વેજલપુરના વિશાલા પાસે એસીબી દ્વારા કોન્સ્ટેબલોની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં પોલીસવાળા ટ્રક ડ્રાઇવર પાસેથી કરપ્શન કરે છે, તેવું સામે આવ્યું હતું. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં અમદાવાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને સજા ફટકારી હતી.

તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ 2004માં ગુજરાત હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકારતી અપીલ કરવામાં આવી હતી. આ અપીલના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે 4 ફેબ્રુઆરી, 2026માં ગુજરાત હાઇકોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યા છે.

નિર્દોષ છૂટેલા પોલીસકર્મી ગઈકાલે મને ઓફિસ મળવા આવ્યા ત્યારે ખુશ હતા. ત્યારે મેં એમને સજેશન આપ્યું હતું કે, તમારા જે બેનિફિટ સરકાર પાસેથી લેવાના નીકળે છે, તે માટે અરજી કરવી જોઈએ. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મારે કંઈ જોઈતું નથી, ભગવાન લઈ લે તો સારું. પછી એમને પાછા આપવા માટે  કાગળો પાછા આરપવા કોલ કર્યો તો ખબર પડી કે કાકાનું મૃત્યુ નીપજ્યું છે.

 

(10:57 PM IST)