<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સુરત જિલ્લામાં ઓલપાડના પીજરત ગામે વધુ એક વખત એક રાતમાં 6 બકરાનું મારણ

ઓલપાડના કાંઠા વિસ્તારમાં વન્ય પ્રાણીનો આતંક, 6 દિવસમાં 10 પશુના શિકાર બાબતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી દોડતા થયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વન્ય પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. પીજરત ગામે ગત રાત્રિ દરમિયાન એક અજાણ્યા હિંસક પ્રાણીએ એકસાથે 6 બકરાનું મારણ કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.આ બાબત જાણ પૂર્વ મંત્રી અને સાથનિક ધારાસભ્ય મુકેશ પટેલ થતા તેમને વન વિભાગ ના અધીકારી ને તાત્કાલિક મારણ કરતા હિંસક પ્રાણી ને  પકડવા માટે પાંજરું મુકવાનું જણાવ્યું હતું  છેલ્લા છ દિવસમાં જ બકરા અને ભેંસના પાડા મળી કુલ દસથી વધુ પશુઓનો શિકાર થયો છે. આ સતત હુમલાઓને કારણે પશુપાલકોમાં રોષ અને ડર વ્યાપી ગયો છે, અને તેઓ પોતાના પશુઓની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.
  સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીજરત ગામના આહીર ફળિયામાં રાત્રિના અંધકારનો લાભ લઈ હિંસક પ્રાણી પશુઓ પર ત્રાટકી રહ્યું છે. સ્થાનિકો શિકાર કરવાની પદ્ધતિના આધારે તેને દીપડો હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જોકે વનવિભાગ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વન્ય પ્રાણીનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ શિકારનો આંકડો બે આંકડામાં પહોંચી ગયો છે. પીજરત સહિતના આસપાસના ગામોમાં રાત્રિના સમયે ખેતરે જવું કે બહાર નીકળવું જોખમી બન્યું છે. આ બાબત જાણ પૂર્વ મંત્રી અને સાથનિક ધારાસભ્ય મુકેશ પટેલ થતા તેમને વન વિભાગના અધીકારી ને તાત્કાલિક વનવિભાગની ટીમ  પીજરત ગામની મુલાકાત જણવ્યું હતું  અને પશુઓના શરીર પરના નિશાન તથા પગલાં (પગમાર્ક્સ) પરથી પ્રાણીની ઓળખ કરશે. અને  તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ કરવામાં આવી છે.આ બાબતે ઓલપાડ ના પીંજરત ગામે ગામવાસી પોતાના ખેતર જતા ડરી રહ્યં છે

(4:48 PM IST)