તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
રાજ્યમાં ટોલ વસૂલાત સામે ત્રણ વર્ષમાં ૯૭૬૨ ફરિયાદ
દેશભરમાં ૧.૬૦ લાખથી વધુ અયોગ્ય ટોલ ઉઘરાવ્યાની રાવ

ગાંધીનગરઃ ગુજરાતમાં એક્સ્પ્રેસ વે સહિતના નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ટોલનાકા આવેલા છે તેની ઉપર વાહન ચાલકો પાસેથી મોટી સંખ્યામાં કર વસૂલાત થાય છે. અનેક કિસ્સામાં ટોલ અયોગ્ય રીતે વસૂલાત હોવાની હજ્જારો ફરિયાદો વાહન ચાલકો દ્વારા કરાય છે. તે સાથેરાજ્યમાં ૨૪ ટોલ પ્લાઝા સામે વધુ ટોલ લેવા બદલ લાખો રૂપિયાનો દંડ કરીને કાર્યવાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં રોડ નેટવર્ક સારૂ હોવા સાથે ટોલ પ્લાઝાની સંખ્યા પણ વધુ છે. સમગ્ર રાજ્યમાં કુલ ૬૨ જેટલા ટોલ પ્લાઝા હાઇવે ઉપર આવેલા છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાંથી કુલ ૯૭૬૨ ફરિયાદો મળી છે જેમાં ટોલની વસૂલાત વધુ પ્રમાણમાં કરાઇ હોય કે યોગ્ય ન હોય છતાં ટોલ વસૂલવામાં આવ્યો હોય તે પ્રકારની છે. કેન્દ્રના રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ ૨૦૨૩માં ૧૧૩૧, ૨૦૨૪માં ૩૩૦૭ અને ૨૦૨૫માં ૫૩૨૪ મળીને કુલ ૯૭૬૨ ફરિયાદ મળવા પામી છે. જેમાં ટોલની વસૂલાત વધુ કરાઇ હોવાનો સમાવેશ થાય છે. ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અયોગ્ય રીતે વાહન ચાલકો પાસેથી ટોલની વસૂલાત કરાઇ હોય તેવી ત્રણ વર્ષમાં કુલ ૧,૬૦,૪૩૦ જેટલી મોટી સંખ્યામાં ફરિયાદો કરાઇ છે. તેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૬,૯૭૬ ફરિયાદનો સમાવેશ થાય છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
