તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
જિલ્લા પ્રભારી સચિવોએ કરેલ કામની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

અમદાવાદ,તા.૦૬: રાજ્યના વિકાસ કામોને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તમામ જિલ્લા પ્રભારી અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને અલગ- અલગ જિલ્લાઓની પ્રભારી તરીકે સોંપાયેલી જવાબદારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી માંગી મુખ્યમંત્રીએ જિલ્લા પ્રભારી અધિકારીઓ પાસેથી રોડ રસ્તા, પીવાનું પાણી સહિત વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી માંગી હતી. સાથે જ સરકારી યોજનાઓની વર્તમાન સ્થિતિ, જમીન પર તેના અમલ અને લાભાર્થીઓ સુધી પંહોચે તે અંગે પણ વિગત મેળવી હતી. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓના સંદર્ભમાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં થયેલા વિકાસ કામો અંગે પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ હિસાબ માગ્યો હતો. વિકાસ કામોમાં ક્યાં વિલંબ થાય છે, ક્યાં અડચણો છે અને તેને ઝડપથી પૂર્ણ કરવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
