<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સનાથલથી ગાંધીનગર સુધી એસજી હાઈવેને સર્વિસ રોડ અપાશે : 30 કી.મી.ના રોડને આઇકોનિક રોડ બનાવાશે

 અમદાવાદમાંથી પસાર થતા એસજી હાઇવેને આઇકોનિક બનાવવામાં આવશે. સનાથલ સર્કલથી ગાંધીનગર સુધીના રોડને આઇકોનિક બનાવવામાં આવશે. 30 km ના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. સમગ્ર રોડનો સર્વે પારેખ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે લેન્ડસ્કેપીંગ, ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફીકેશનની વિશિષ્ટ કામગીરી યુ. એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાશે 

આ કામ જૂની એજન્સી પાસેથી આંચકી નવી એજન્સી યુ.એન.મેહતા ફાઉન્ડેશનને કામ સોંપવામાં આવ્યું છે. પારેખ એસોસિએટ્સને ધીમી કામગીરી બાબતે અનેક નોટિસો આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન મોટેરા, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ અને બોડકદેવના પ્લોટની હરાજી કરી તેમાંથી આવક મેળવશે. આ પાંચેય પ્લોટની અપસેટ વેલ્યુ રૂપિયા 528 કરોડ નક્કી કરવામાં આવી છે.    

(10:48 PM IST)