તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
આગામી સાત દિવસ રાજ્યમાં ઠંડીમાં કોઇ નોંધપાત્ર વધારો થવાની શક્યતા નહિવત
રાજ્યના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમા આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે

અમદાવાદ :ફેબ્રુઆરીના પ્રારંભથી જ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી સાત દિવસ પણ રાજ્યમાં ઠંડીમાં કોઇ નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગની આગાહી છેકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આજે નલિયામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યભરમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધીમે-ધીમે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલમાં રાજ્યના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમા આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
રાજ્યના વિવિધ શહેરોના મહત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો સુરતમાં 35.5 ડિગ્રી, રાજકોટમાં 34.3, કેશોદમાં 32.6, ભુજમાં 32.4, પોરંબદરમાં 32.4, અમરેલીમાં 32.3, નલિયામાં 32, મહુવામાં 32, વડોદરામાં 32.8, સુરેન્દ્રનગરમાં 31.5, ડીસામાં 31.4, દ્વારકામાં 30.5, અમદાવાદમાં 30.2, વેરાવળમાં 30.2, ગાંધીનગરમાં 29.8, વલ્લભ વિદ્યાનગરમાં 29.7, કંડલા પોર્ટમાં 29.6, ભાવનગરમાં 29.4, ઓખામાં 26.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો નલિયામાં 13.8 ડિગ્રી, ડીસામાં 15.4, ભુજમાં 16.8, અમરેલીમાં 17, કેશોદમાં 17.8, ગાંધીનગરમાં 17.8, વલ્લભ વિદ્યાનગરમાં 18, રાજકોટમાં 18.5, કંડલા પોર્ટમાં 18.5, અમદાવાદમાં 18.6, સુરેન્દ્રનગરમાં 19, મહુવામાં 19.1, દ્વારકામાં 19.2, વડોદરામાં 19.4, ભાવનગરમાં 20.3, પોરબંદરમાં 20.3, ઓખામાં 20.4, વેરાવળમાં 20.5, સુરતમાં 22.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
