તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
લુણાવાડામાં દારૂના નશામાં પીએસઆઇએ કારને વૃદ્ધ સાથે અથડાવ્યા બાદ અન્ય એક કારને ટક્કર મારી : સસ્પેન્ડ કરાયો
હેડ ક્વાર્ટરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચ.જી.ખરીદીએ દારૂના નશામાં ગફલતભરી રીતે ગાડી હંકારી વૃદ્ધને મારી ટક્કર ઇજાઓ પહોંચાડી

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નશાખોર PSI એ, એક કારને વૃદ્ધ સાથે અથડાવ્યા બાદ અન્ય એક કારને ટક્કર મારી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મહિસાગર જિલ્લા પોલીસવડાએ, તાત્કાલીક અસરથી દારુ પીને અકસ્માત સરજાન પોલીસ સબ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ભાયાસર હાઈવે પર નશામાં ધૂત પીએસઆઈએ સર્જ્યો અકસ્માત. નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. લુણાવાડા પોલીસ ક્વાર્ટર ખાતે રહેતા અને હેડ ક્વાર્ટરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચ.જી.ખરીદીએ દારૂના નશામાં ગફલતભરી રીતે ગાડી હંકારી વૃદ્ધને મારી ટક્કર ઇજાઓ પહોંચાડી હતી.
રોડની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય મનસુખભાઈ નાયકને પાછળથી ટક્કર મારતા બંને પગે ગંભીર ઇજાઓ થઈ હતી. વૃદ્ધને ટક્કર માર્યા બાદ નશાખોર પીએસઆઇએ અન્ય એક સફેદ કલરની ફોર વ્હીલરને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા, નશામાં ધૂત પીએસઆઈને પોલીસને હવાલે કરાયો હતો.
ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે લુણાવાડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. લુણાવાડા પોલીસે ગુનો નોંધી નશાખોર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ નશાખોર પીએસઆઈ વિરુદ્ધ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
