તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
સુરતના પાલ વિસ્તારમાંથી એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સ્પાના નામે દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો કરતા
પોલીસે 5 લોકોની ધરપકડ કરી અને દેહ વ્યાપારમાં સંકળાયેલી 4 મહિલાઓને મુક્ત કરાવી

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી પોલીસએ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્પાના નામે દેવ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. રાજ કોમ્પલેક્ષમાં ચાલતા આ સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. દરમિયાન પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે અને દેહ વ્યાપારમાં સંકળાયેલી 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સંચાલકો દ્વારા પોલીસની હલચલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર રેકેટની કડીઓ જોડવાની કામગીરી ચાલી રહી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
