તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં થયો વધારો
શહેરોના લઘુતમ તાપમાન 3 થી 5 થી ડિગ્રીનો વધારો:રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું.

અમદાવાદ : શિયાળાની કાતિલ ઠંડી જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા હતા .રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોના લઘુતમ તાપમાન 3 થી 5 થી ડિગ્રીનો વધારો થયો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 18.7 ડિગ્રી, ડીસા 15.2 ડિગ્રી, ગાંધીનગર 18.4 ડિગ્રી તાપમાન, ભુજ 15.8 ડીગ્રી, પોરબંદર 16.3 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે .
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
