News of Thursday, 5th February 2026
સુરતના પુણા, સલાબતપુરા, કામરેજ સહિતના વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો:સગીર સહીત ત્રણ આરોપી ઝડપાયા
આરોપીઓ પાસેથી બાઈક અને મોપેડ સહિત કુલ નવ વાહનો મળી પોલીસે અંદાજે રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત શહેરમાં વાહન ચોરી કરતી એક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા, સલાબતપુરા, કામરેજ સહિતના વિસ્તારોમાં થયેલી વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ હેન્ડલ લોક વિનાના વાહનોને નિશાન બનાવી ચોરી કરતા હતા. પુણા વિસ્તારમાંથી એક સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બાઈક અને મોપેડ સહિત કુલ નવ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અંદાજે રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
