<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સુરતમાંથી કરોડો રૂપિયાના અલગ અલગ વાહનની ચોરી થયેલી વાહન બાબતે સ્પેશિયલ ડ્રાઇવ : અનુપસિંહ ગેહલોત

સુરતમાં વાહનચોરીના મસમોટા રેકેટનો પર્દાફાશ કરી ને 9 બાઈક સાથે 3 ઝડપી પાડીને પુણા પોલીસનો સપાટો

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. ઉલ્લેખનીય બાબત એ છે કે દર વર્ષ  શહેરમાં માંથી કોરોડો રૂપિયા ની અલગ અલગ વાહન ચોરી ની ઘટના બનતી હોય છે આવી વાહન ચોરી અટકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ધ્વરા કરોડો રૂપિયાના અલગ અલગ  વાહનની ચોરી થયેલી વાહન બાબતે  સ્પેશિયલ ડ્રાઇવ નો નિર્દેશ બાદ સુરતની પુણા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં પોલીસે કુલ 9 મોટરસાયકલ રિકવર કરી છે.ત્રણ આરોપી ને ઝડપી પાડવામા આવ્યા હતા 
પ્રાપ્ત માહિતી અનુસાર પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હલચલના આધારે તપાસ કરતા ચોરીના વાહનો સાથે તસ્કરો પોલીસના હાથે ચડી ગયા હતા. આ ઓપરેશનમાં પોલીસે બે રીઢા આરોપીઓ સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરી છે. અલગ-અલગ કંપનીની કુલ 9 બાઈક કબ્જે કરવામાં આવી છે. પુણા પોલીસે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી વાહનચોરીના અન્ય વણઉકેલાયા ગુનાઓ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, પુણા પી.આઈ. વી.એમ. દેસાઈના નેતૃત્વમાં પુણા ડી-સ્ટાફ દ્વારા એક સંયુક્ત બાતમીના આધારે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ બે વ્યક્તિઓ છે અને એક સગીર છે, આમાં અમે કુલ 9 બાઈક્સ રિકવર કરી છે. જેમાંથી 3 બાઈક પુણા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 3 બાઈક કડોદરા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 1 બાઈક સલાબતપુરા, 1 કામરેજ અને 1 પલસાણા પોલીસ સ્ટેશનની છે. પુછપરછ દરમિયાન આરોપીઓની મોડસ ઓપરેન્ડી તેમની પદ્ધતિ એવી હતી કે જે બાઈક્સ જાહેર જગ્યાઓ પર હેન્ડલ લોક કર્યા વગરની પડી હોય તેને તેઓ ચોરી કરતા હતા, અને કેટલીક બાઈક્સના લોક તોડીને પણ ચોરી કરતા હતા. કુલ ત્રણ આરોપીઓમાંથી એક સગીર છે. બાકીના બેમાં ચિરાગ જેની ઉંમર 21 વર્ષ છે અને તે કડોદરાનો રહેવાસી છે. જયદીપ જેની ઉંમર 24 વર્ષ છે અને તે પણ કડોદરાનો રહેવાસી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત  ધ્વરા  અલગ અલગ વાહન ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવાનો પોતાના અધીકારી ને નિર્દેશ આપ્યો હતો જેના આઘરે સુરત ના નાયબ પોલીસ કમિશનર આલોક કુમારે  ઝોન-1 માં બાઈક ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી પુણા ,કાપોદ્રા ,વરાછા પોલીસ સ્ટેશને સૌથી મોટી સફળ પ્રાપ્ત થઇ છે પુણા પોલીસ  9 બાઈક્સ ડિટેક્ટ કરી છે. વરાછા પોલીસ સ્ટેશને 8 બાઈક્સ ડિટેક્ટ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન 10 બાઈક્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી રિકવર કરીને લાવ્યું હતું. ઝોને 1 માં  નાયબ પોલીસ કમિશ્નર આલોક કુમારે  તાબા હેઠળ પોલીસ મથકે 27 વાહન રિકવરી થયા હતા  આવી જ રીતે અમે સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોને તેમની પ્રોપર્ટી વહેલી તકે પાછી મળી શકે.વાહન ચોરી ના  આ આરોપીઓનો જૂનો ગુનાહિત ઈતિહાસ પણ છે, તેઓ અગાઉ પણ ચોરીના કેસમાં સંડોવાયેલા છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે કોઈ ગેરેજ કે એવી એજન્સી આમાં સામેલ છે કે જે ચોરીની બાઈક ખરીદતી હોય અને સામાન્ય જનતાને સસ્તા ભાવે વેચતી હોય.

(5:26 PM IST)