તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
અમદાવાદમાં 123 વર્ષ પછી નવા કતલખાનાંના નિર્માણની દરખાસ્ત ભાજપ ધારાસભ્યના વિરોધ બાદ પરત ખેંચાઈ
દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ બનાવવાની યોજના જાહેર થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં શહેર માટે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો હતો. જેમાં શહેરમાં 123 વર્ષ પછી નવા કતલખાનાંના નિર્માણનો પ્રસ્તાવ મુકાયો હતો. દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ બનાવવાની યોજના જાહેર થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ હતી અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દવર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કતલખાના બનવાની જોગવાઈ પરત કરવામાં આવી છે.
આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિએ મીડિયાને જણાવ્યું જે તેઓ કતલખાનાની દરખાસ્તને પરત ખેંચે છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ કોર્પોરેશનના બજેટમાંથી 32 કરોડની ફંડ ફાળવીને જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પણ આ બાબતે ભાજપના પૂર્વ મેયર અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો. જે પછી આ દરખાસ્તને ખારીજ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી–બહેરામપુરા વિસ્તારમાં આવેલા TP-32 ખાતે નવા કતલખાનાની સ્થાપનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ માટે અંદાજિત 32 કરોડનો ખર્ચ અને આશરે 15,800 સ્ક્વેર મીટર જેટલી જમીન ફાળવવાનો પણ નિર્ણય લેવાયો હતો.
કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર પ્રસ્તાવિત સ્લોટર હાઉસનું નિર્માણ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના કંપેન્ડિયમમાં દર્શાવાયેલા તમામ નિયમો અને માપદંડોને અનુરૂપ કરવામાં આવવાનું હતું અને અહીં પશુઓ માટે સુવિધાયુક્ત વાડા, કૂલિંગ અને ચિલિંગ સુવિધાઓ, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવાની યોજના અમલમાં મૂકવાની વાત હતી.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
