<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

રૂ.૪૫.૭૦ લાખના બદલે કિંમતી ૫ વિઘા જમીન આપી છતા વ્‍યાજખોરોની પઠાણી ઉઘરાણી

વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાતના પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના આચાર્યની અટક

સુરતઃ શહેરના બિલ્‍ડરે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના દેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના આચાર્ય સહિત ચાર વ્‍યાજખોર શખ્‍સો વિરૂદ્ધ રૂા. ૪૫.૭૦ લાખની વ્‍યાજની પઠાણી ઉઘરાણીની  ફરિયાદ નોંધાઇ છે.

સુરતના કતારગામ વિસ્‍તારમાં રહેતા રજનીભાઇ લાલજીભાઇ જાસોલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેમને પૈસાની જરૂર પડતાં તેમને રઘુભાઇ સોંડાભાઇ રબારીના સંબંધી ભુપતભાઇ કરમટીયા, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય વાઘજીભાઇ કરમટીયા પાસેથી રૂા. ૪૫.૭૦ લાખ વ્‍યાજે લીધા હતા.તેના બદલામાં ચારેય આરોપીઓએ ફરિયાદીની અધેવાડા પાસે આવેલી પાંચ વીઘા જમીનના દસ્‍તાવેજ કરાવી લીધો હતો. અને ફરિયાદી પાસેથી દસ લાખ રૂપિયા વસુલ કરી, જમીનનો રીટર્ન દસ્‍તાવેજ કરી આપવાનો વાયદો આપેલ હતો.

બાદમાં આ જમીન ગેરકાયદેસર રીતે દોઢેક કરોડમાં વેચાણ કરી નાંખેલ હતું. અને ફરિયાદીએ સમયસર વ્‍યાજ ચુકવ્‍યું હોવા છતાં પણ માનસિક ત્રાસ આપતા હતા. અને ફરિયાદીને તેમની જમીન વેચાણ થયાનું જણાતા આરોપીઓ પાસે રૂપિયાની ફરિયાદીએ માંગણી કરી હતી.

તમામ આરોપીઓએ ફરિયાદી પાસેથી સામા અઢી લાખ રૂપિયાનું ચક્રવળદ્ધિ વ્‍યાજ આપવું પડશે તેમ કહી, પચ્‍ચીસ હજાર રૂપિયા પડાવી, વધુ વ્‍યાજની ઉઘરાણી કરી, જમીન પરત ન કરી, ત્રાસ ગુજારતા રજનીભાઇએ ભરતનગર પોલીસ મથકમાં ભુપત કરમટીયા, ગોકુળ કરમટીયા, વાઘજી કરમટીયા અને રઘુ સોંડાભાઇ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(3:59 PM IST)