તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ શાળાનો વટ

રાજકોટઃ વળંદાવન ફાર્મ, જાસપુર, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-૧૬ (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે પ્રથમ દાવમાં ૨૩.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૫૬ રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ ૪.૫ ઓવરમાં ૧૬ રન આપી ૫ વિકેટ લીધી, આર્યન ભરવાડે ૯ ઓવરમાં ૧૪ રન આપીને ૩ વિકેટ લીધી અને તવસ્ય ત્રિવેદીએ ૩ ઓવરમાં ૬ રન આપી ને ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૮૭ ઓવરમાં ૮ વિકેટે ૨૫૫ રન કરી પ્રથમ દાવ ડીકલેર કર્યો હતો. જેમાં નીલ પુરાણીએ ૧૧૦ બોલમાં ૯૩ રન કર્યા, દ્વિત પટેલે ૧૪૨ બોલમાં ૬૯ રન અને આરવ કોઠારીએ ૨૯ બોલમાં ૩૩ રન કર્યા હતાં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે બીજા દાવમાં ૬૧ ઓવરમાં ૧૦ વિકેટે ૧૩૪ રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ ૨૪ ઓવરમાં ૫૯ રન આપી ૫ વિકેટ લીધી, તવસ્ય ત્રિવેદીએ ૧૭ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ લીધી અને કમલેશ ગુરબકશાનીએ ૫ ઓવરમાં ૧૭ રન આપી ને ૨ વિકેટ લીધી હતી.આ મેચમાં હીરામણિ સ્કૂલે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને ૧ ઈનિંગ્સ અને ૬૫ રનથી હરાવી વિજય પ્રાપ્ત કરીને ચેમ્પિયન બની હતી. આ મેચમાં અને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને ક્રિકેટ કોય નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં. (
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
