તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
લગ્નજીવનના પાયામાં જ અસત્યનું ઝેરઃ પત્નીનો અંધાપો છુપાવી થયેલા લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા
પત્નીની આત્મહત્યાની ધમકીને કોર્ટે માનસિક ક્રૂરતાની સાથે છેતરપિંડી ગણાવી : લગ્ન મંડપમાં બોલાયેલું એક અસત્ય આખા જીવનની ખુશીઓને રાખ કરી દે છેઃ કોર્ટે

સુરત તા.૫: પત્નીના અંધાપાને છુપાવીને કરાયેલા લગ્નનો સુરતની કોર્ટમાં કરૂણ અંત આવ્યો હતો. પતિને પત્નીની બીમારીની જાણ થઈ જતાં પત્નીએ પતિને આત્મહત્યાની ધમકી આપીને બ્લેકમેઈલ પણ કર્યો હતો. આખરે પતિએ કોર્ટમાં પત્નીથી છૂટા થવા માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર રાખી હતી. કોર્ટે પત્નીની આત્મહત્યાની ધમકીને માનસિક ફરતા પણ ગણી હતી.
સુરતના મોટી વેડ વિસ્તારમાં રહેતા તેમજ પ્રાઈવેટ નોકરી કરતા અંકુશના લગ્ન અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં રહેતી મિતાલી (બંને નામો બદલ્યા છે)ની સાથે થયા હતા. લગ્નના થોડા જ સમયમાં મિતાલીને શારીરિક તકલીફો શરૂ થઈ હતી. આંખમાં દેખાવાનું ઓછું થયું હતું અને સતત માથાનો દુખાવો રહેતો હતો. સુરતના અલગ અલગ આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પાસે તપાસ કરાવવામાં આવતા મિતાલીને જમણી આંખમાં સીધા અઢી નંબર તેમજ ત્રાસા અઢી નંબર છે. જ્યારે ડાબી આંખમાં ૧૬ નંબર છે. ડોક્ટરે કહ્યું કે, નાનપણથી જ ડાબી આંખની તમામ નશો સુકાઈ ગઈ છે અને ડાબી આંખમાં જરા પણ વિઝિબિલિટી નથી, અને ભવિષ્યમાં આવશે પણ નહીં. જમણી આંખની સારવાર દર છ મહિને કરાવવી પડશે અને તેમાં પણ છેડછાડ કરવી નહીં. ડોક્ટરની આ વાત સાંભળીને અંકુશ ચોંકી ઉઠયો હતો. અંકુશે કહ્યું કે, સાહેબ આ બીમારી વિશે મને જાણકારી જ નથી અને લગ્ન પહેલા પણ મને કોઈએ આ માહિતી આપી નથી. અમદાવાદમાં પણ ડોક્ટરને તપાસ કરાવવામાં આવતા ત્યાં પણ ડોક્ટરોએ આંખની સારવાર થઈ શકશે નહીં તેવો જવાબ આપ્યો હતો. પત્નીની આંખની બીમારી તેમજ પત્નીના બ્લેકમેઈલથી કંટાળીને અંકુશે સુરતના એડવોકેટ વંદના ગોહિલ અને જિગ્નેશ હરીયાણીએ મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા થવા માટેની અરજી કરી હતી. આ અરજી ચાલી જતા કામિની કોર્ટે અંકુશની અરજી મંજૂર કરી છેતરપિંડીએ વિખવાદનું મૂળ છે. લગ્ન પૂર્વે આવી ગંભીર બીમારી છુપાવવી એ સ્પષ્ટપણે છેતરપિંડી છે. પત્ની દ્વારા અપાતી આત્મહત્યાની ધમકીઓ પતિ માટે એવો ભય પેદા કરે છે કે તે સામાન્ય જીવન જીવી શકતો નથી. પત્નીનો પક્ષ રજૂ ન થતા અને પુરાવાઓને આધારે કોર્ટે અંકુશની છૂટાછેડાની અરજી મંજૂર રાખી છે. આ ચુકાદો સમાજમાં એવો સંદેશ આપે છે કે લગ્નના મંડપમાં બોલાયેલું એક અસત્ય આખા જીવનની ખુશીઓને રાખ કરી શકે છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
