News of Thursday, 5th February 2026
મોરબીમાં હત્યા કરનાર રાજકોટનો વોન્ટેડ જાબીરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
આજીવન કેદની સજાનો આરોપી ૧૪ દિવસની જેલમાંથી ફર્લો રજા પર ગયા પછી સુરતમાં કોઈ ઓળખશે નહિ તેમ માની ચોરી છુપીથી રહેવા આવેલ પણ પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા સ્ટાફની બાજ નજરથી બચી શકયો નહિ : નો વોન્ટેડ ઇન સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનુ અભિયાન સડસડાટ આગળ વધી રહ્યું છેઃ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળની ટીમો એસીપી કિરણ મોદીના સંકલનમાં પોતાના જ વિક્રમો તોડી રહી છે

રાજકોટ તા.૫: નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત, અને બાળકો,મહિલાઓ, વડીલો વિરુદ્ધના અપરાધો માટે વિશેષ અભિયાનો ચલાવતા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના અભિયાનમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ( ડીસીબી) વધુ એક વખત ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ જાડેજા તથા તેમના સ્ટાફને મોટી સફળતા જોઇન્ટ પોલીસ કમિ‘ર રાઘવેન્દ્ર વસ્ત અને ACP કિરણ મોદીના સંકલનમાં સફળતા મેળવી છે.
દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે સુરત શહેર પુણા પાટીયા નજીકથી ફર્લો રજા ઉપરથી ફરાર કેદી જાબીર સિદ્દીકભાઈ પિલુડીયા ઉ.વ.૨૮ ધંધો-બેકાર રહેવાસી.ઘાંચી શેરી ફારૂકી મસ્જીદ નવાડેલા રોડ મોરબી.નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
મજકુર કૈદી મોરબી સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૨૯૯/૨૦૨૦, સેશન્સ કેસ નં-૦૪/૨૦૨૧ ઈ.પી.કો.ક.૩૦૨,૫૦૪, જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા હેઠળ હતો. મજકુર કેદીને ઉપરોક્ત ગુનામાં તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી, દ્રારા આજીવન કેદ ની સજા અને રૂપિયા ૧૦,૦૦૦/- દંડ કરવામાં આવેલ. દરમિયા કૈદીએ તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજથી દિન-૧૪ ની ફર્લો રજા ઉપર જેલમાંથી બહાર આવેલ હતો ત્યાર બાદ તે સમયસર જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો. મજકુર કૈદીને પકડી પાડવા માટે જેલ અધિક્ષકશ્રી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી જાણ કરવામાં આવેલ હતી. મજકુર કેદી રાજકોટ શહેર છોડી અહીં સુરત શહેરમા કોઇ તેને ઓળખશે નહી તે હેતુથી ચારેક દિવસ થયે સુરત શહેરમાં ચોરી છુપીથી રહેવા અને કામધંધો કરવા માટે આવેલ હતો. જે બાબતની હકીકત મળી આવતા આજરોજ પકડી પાડવામાં આવેલ છે.
ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે, કેદી રાજકોટ શહેરમાં રહીને કપડા વેચવાનો ધંધો કરતો હતો. દરમિયાન તા. ૩૧/૦૭/૨૦૨૦ ના રોજ મોરબી, ઘાંચી શેરી લાતીબીટ ખાતે પડોશમા રહેતા અનીશભાઈની સાથે મોટર સાયકલ મહોલ્લામા પાર્ક કરવા બાબતે ઝઘડો તકરાર કરી કેદીએ પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ ઉપર હુમલો કરી આખા શરીરે આડેધડ ઘા મારી હત્યા કરી નાંખેલ હતી. જે ગુનામાં નામદાર સેશન્સ કોર્ટ રાજકોટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ હતી. જે સજામા તે ફર્લો રજા ઉપર બહાર આવી સુરત શહેરમા ચોરી છુપીથી રહેવા આવતા તેને પકડી પાડવામાં આવેલ છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
