<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બનાસકાંઠામાં સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કરાતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે ઠાકોર સમાજ નારાજ

છાબડીયા ખાતે લગ્ન પ્રસંગમાં ડીજેમા અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ ખફા: બુધવારે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી અને મહત્વની બેઠક મળશે.

બનાસકાંઠામાં સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કરાતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે ઠાકોર સમાજ ખફા થયો છે. આવતીકાલ બુધવારે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી અને મહત્વની બેઠક મળશે.

ઠાકોર સમાજના નવા બંધારણના ઉલ્લંઘનમાં ફસાયા સિંગર ગબ્બર ઠાકોર. છાબડીયા ખાતે લગ્ન પ્રસંગમાં ડીજેમા અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ ખફા થયો છે. આજે આખો દિવસ અર્જુન અને ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાનો આ મુદ્દે રહ્યા છે વિવાદમાં. આવતીકાલે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી અને મહત્વની બેઠક મળશે. પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ અને મહેસાણાના ઠાકોર સમાજના આગેવાનો રહેશે હાજર. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત આગેવાનો રહેશે હાજર. સાંસદ ગેનીબેન ઠાકોર વીડિયો કોલથી આ બેઠકને સંબોધન કરશે.

ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને આવતીકાલે ઠાકોર સમાજના આગેવાનો લઈ શકે છે કડક નિર્ણય. બંધારણ બનાવતી વખતે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે સગોભાઈ હશે તો પણ બંધારણનો ઉલ્લંઘન કરશે તો તેને પણ છોડાશે નહીં.

(7:51 PM IST)