તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
સુરતમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ જાહેર રોડ પર ફેંકી દેવાયો : ડિંડોલીમાં સણીયા કણદે ગામ નજીક દવાઓનો મોટો જથ્થો મળ્યો
સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો !: મેડિકલ અધિકારી મુજબ આ દવાઓ ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકની હોવાનું લાગી રહ્યું છે

સુરતમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ જાહેર રોડ પર ફેંકી દેવામાં આવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ડિંડોલીમાં સણીયા કણદે ગામ નજીક દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
મેડિકલ અધિકારી મુજબ આ દવાઓ ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકની હોવાનું લાગી રહ્યું છે, જેમાં કેલ્શિયમ તથા કફ સીરપ જેવી દવાઓનો સમાવેશ થાય છે. જાહેર માર્ગ પર આવી રીતે દવાઓનો નાશ કરવો અત્યંત જોખમી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું, કારણ કે હવામાં ફેલાતા કણો શ્વાસ દ્વારા માનવ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. હાલ દવાઓનો જથ્થો કોણે અને કેમ નાશ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
