તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
પાટણમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન પ્રોફેસરની બેદરકારીનો ઘટસ્ફોટ : 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એકસરખા જ અપાયા
પરીક્ષા વિભાગના કર્મચારીઓને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવાનો પણ આરોપ:પરીક્ષા વિભાગે ફરીથી ઉત્તરવહી ચકાસણી શરૂ કરી: યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી

પાટણમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન પ્રોફેસરની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો છે. 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એકસરખા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં પ્રોફેસરે દરેક પ્રશ્ન માટે સમાન ગુણ ફાળવ્યા હતા. 12થી 13 ગુણ આપી મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર બેદરકારી દાખવાઈ હોવાનું જણાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર થવાની શક્યતા છે.
આ ગંભીર બેદરકારી મામલે પરીક્ષા વિભાગના કર્મચારીઓને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવાનો પણ આરોપ છે. ઘટનાને પગલે પરીક્ષા વિભાગે ફરીથી ઉત્તરવહી ચકાસણી શરૂ કરી છે અને યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. તપાસ કમિટીના પ્રાથમિક અહેવાલ બાદ સંબંધિત પ્રોફેસરને પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા છે
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
