<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

હિંમતનગરમાં નશામાં ધૂત ટેન્‍કર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધાઃ લોકોએ ચખાડયો મેથીપાક

 

અમદાવાદ, તા.૩: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-પાણપુર-ઈલોલ રોડ પર દારૂના નશામાં ધૂત એક કેમિકલ ટેન્‍કર ચાલકે રોડ પર જઈ રહેલા અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ હિટ એન્‍ડ રનની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

નશાને કારણે ચાલકે ટેન્‍કર પરનો કાબૂ ગુમાવ્‍યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં ઓટો રિક્ષા, ઈકો કાર અને ક્રેટા કારને નુકસાન પહોંચ્‍યું હતું, જોકે, આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયત્‍ન કરતા ચાલકને ઝડપી પાડ્‍યો હતો. નશામાં ધૂત ચાલકની આ હરકતથી રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને બરાબરનો મેથીપાક આપ્‍યો હતો.

(3:51 PM IST)