તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
વડોદરામાં પૂ. મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી
ભારતીય સનાતન સંસ્કળતિનું ગૌરવગાન બદલ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બહુમાનપત્ર અર્પણ : ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા' ગ્રંથનું વિમોચન : હરિભક્તો દ્વારા સમૂહ આરતી

રાજકોટ : ગત તા. ૨ ફેબ્રુઆરીના વડોદરા ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૯૨ મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડિયોની સાથે બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પૂ. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં પ્રેરક ઉદ્દબોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવનું બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બહુમાન - ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન' બદલ કુલ ૧૨,૭૨૩ બાળકોની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા આ રેકોર્ડ માટે સત્તાવાર નોંધણી કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીના ૧૫,૬૬૬ જેટલાં બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કળતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક સંસ્કળત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૧૫,૬૬૬ બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના નોંધાઇ હતી. આ અવસરે અવસરે કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજીએ પૂ.મહંત સ્વામી મહારાજના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. પૂ. મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન એવા જબલપુરનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજીએ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં ગુરુભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ સૌને ઉન્નત આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપતાં આશીર્વચન દ્વારા કળતાર્થ કર્યા હતા. તેમણે આશીર્વાદ આપતાં જણાવ્યું હતુ કે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.' ભગવાન જ સર્વકર્તાહર્તા છે. શાષાીજી મહારાજે ખૂબ પુરુષાર્થ કરીને આ સંસ્થા સ્થાપી. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તેનું સંવર્ધન કર્યું છે. આ સંસ્થા સિદ્ધાંતને વરેલી સંસ્થા છે. આ સંસ્થા સંપની સંસ્થા છે. આ સંસ્થા તે સમજણની સંસ્થા છે. આજે જે ગિનિસ બુકનું સન્માન મળ્યું છે, તેની પાછળ આ બાળકોની કઠણ મહેનત છે અને આ સન્માન તમામ ગુરુઓને સમર્પિત છે. સંતો, કાર્યકર્તાઓ અને વાલીઓએ ખૂબ મહેનત કરી છે, આ તેમનું સન્માન છે. સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું. આ જન્મજયંતી સમારોહમાં બી.એ.પી.એસ.ના ૮૦૦ સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી. જેમાં બી.એ.પી.એસ.ના સેંકડો સંતો તથા ૩૪ સેવાવિભાગોના ૧૪,૦૦૦ સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી. આ ઐતિહાસિક મહોત્સવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા, સલામતી અને જરૂરી સેવાઓ બાબતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ મહોત્સવને ભારત તેમજ વિદેશમાં રહેલા અસંખ્ય ભક્તો - ભાવિકોએ લાઇવ બીએપીએસ વેબસાઇટ તથા આસ્થા ભજન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ દ્વારા નિહાળ્યો હતો
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
