તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
સરકારે આપેલા વચનો બજેટમાં ખોટા પૂરવાર થયાઃ ડો. મનિષ દોશી

રાજકોટ તા. ૩: કેન્દ્ર સરકારે ગત બજેટમાં જાહેર કરેલ વિવિધ યોજનાના સામાજિક ક્ષેત્રમાં સરકારના વચનો ખોટા પડયા હોવાનું પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવાયું છે.
તેઓએ જણાવ્યું છે કે, વર્ષ ર૦રપ-ર૬ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી પણ હકીકત તપાસતા કેન્દ્રની મોદી સરકારની લકવાગ્રસ્ત નિતિ (પોલીસી પેરાલીસીસ), નબળી ઇચ્છા શકિત આયોજનના અભાવ અને ખામી યુકત શાસન વ્યવસ્થાના લીધે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ અને નોર્થ ઇસ્ટ વિકાસના કુલ સાત વિભાગોમાં કુલ ૧,ર૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવા પાત્ર લાભોથી વંચિત રહ્યા.
કેન્દ્રિય બજેટ ર૦ર૬-ર૭ના દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં સામાજિક ક્ષેત્રની મોટા ભાગની યોજનાઓ પર વચન મુજબ ખર્ચ કર્યો નથી. જેના લીધે દેશના ગરીબ-મધ્યમ વર્ગના કરોડો નાગરિકો લાભોથી વંચિત રહ્યાં છે.
બજેટ ર૦ર૬ સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં ઘણી મહત્વની કલ્યાણકારી યોજનાઓમાં વચન અને ખર્ચ વચ્ચે મોટો અંતર જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની ભાજપા સરકારની નિતી અને નિયતમાં ખામીને લીધે ગરીબ અને નબળા વર્ગો પર તેની સીધી અસર પડી રહી છે જેના લીધે દેશમાં સતત અસમાનતા વધી રહી હોવાનું ડો. મનિષ દોશીએ જણાવ્યું છે
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
