તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
સુરતના કામરેજમાં બેફામ કારનો કહેર:ત્રણ બાઇકસવારને જોરદાર ટક્કર મારી: એક બાઇકચાલકને ગંભીર ઇજા
બાઇકચાલક સાથે મહિલા અને છોકરી ઇજાગ્રસ્ત થયા: પૂરપાટ આવતી કાર અકસ્માત બાદ પલટી ગઈ

સુરતઃ સુરતના કામરેજમાં બેફામ કારનો કહેર જોવા મળી રહ્યો છે. કારચાલકે ત્રણ બાઇકસવારને જોરદાર ટક્કર મારી હતી. કામરેજના કોળી ભારથાના ગામ નજીક ઘટના બની. બાઇકચાલકને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડાયો હતો . બાઇકચાલક સાથે મહિલા અને છોકરી ઇજાગ્રસ્ત થયા હતા . પૂરપાટ આવતી કાર અકસ્માત બાદ પલટી ગઈ હતી. કારમાં સવાર ત્રણ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા એક કાર સવારને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો કારમાં સવાર અન્ય બે લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા છે
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
