<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ‘સુવર્ણ તક' સમાન ઐતિહાસિક જાહેરાતો

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્‍વ હેઠળ રજૂ થયેલ આ બજેટ આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્‍વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન છેઃ ગુજરાત ભાજપા પ્રદેશ મીડિયા ઈન્‍ચાર્જ પ્રશાંત વાળા

રાજકોટઃ ભાજપા પ્રદેશ મીડિયા ઇન્‍ચાર્જ પ્રશાંત વાળાએ અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ સંસદમાં રજૂ કરેલ કેન્‍દ્રીય બજેટ ૨૦૨૬૨૭ ‘વિકસિત ભારત' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના દ્રષ્ટિપૂર્ણ વિઝનનું પ્રતિબિબ છે. આ બજેટ દેશના સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ માટે એક મજબૂત રોડમેપ પ્રસ્‍તુત કરે છે.

શ્રી વાળાએ જણાવ્‍યું હતું કે, કિસાન, યુવા, મહિલા, મધ્‍યવર્ગ, MSME, સ્‍ટાર્ટઅપ્‍સ તથા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર જેવા તમામ મહત્‍વપૂર્ણ ક્ષેત્રોને સંતુલિત રીતે પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટમાં આર્થિક વૃદ્ધિ, વ્‍યાપક રોજગાર સર્જન, ટેક્રોલોજી આધારિત વિકાસ અને સામાજિક ન્‍યાયને કેન્‍દ્રસ્‍થાને રાખવામાં આવ્‍યા છે.

ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ, મેન્‍યુફેક્‍ચરિગ, ગ્રીન એનર્જી, ડિજિટલ અર્થતંત્ર અને સ્‍કિલ ડેવલપમેન્‍ટ માટે નોંધપાત્ર જોગવાઈઓ કરીને ભારતને વૈશ્વિક સ્‍તરે વધુ સ્‍પર્ધાત્‍મક બનાવવાની દિશામાં સ્‍પષ્ટ અને લ્લઢ સંકલ્‍પ દર્શાવવામાં આવ્‍યો છે. ખેડૂતોની આવક વધારવા માટે આધુનિક કૃષિ પદ્ધતિઓ, સિચાઈ યોજનાઓ અને એગ્રી-ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો છે, જે ગુજરાત જેવા કૃષિ આધારિત રાજ્‍યો માટે અત્‍યંત લાભદાયક સાબિત થશે.

પ્રશાંત વાળાએ વધુમાં જણાવ્‍યું હતું કે, રૂ. ૫૩.૫ લાખ કરોડના આ વિશાળ બજેટમાં મહિલા સશક્‍તિકરણ, યુવા શક્‍તિનો વિકાસ, આરોગ્‍ય અને મેડિકલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, લોજિસ્‍ટિક્‍સ અને કનેક્‍ટિવિટી, સંસ્‍કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્‍મનિર્ભરતા, કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી અને મત્‍સ્‍ય ઉદ્યોગ, સંરક્ષણ, રમતગમત, પ્‍લ્‍પ્‍ચ્‍ અને સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ તેમજ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સના સકારાત્‍મક ઉપયોગ જેવા તમામ મહત્‍વપૂર્ણ ક્ષેત્રોને વ્‍યાપક રીતે આવરી લેવામાં આવ્‍યા છે.

આજે દેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મજબૂત અને દુરંદેશી નેતૃત્‍વ હેઠળ લાંબા ગાળાની સમસ્‍યાઓમાંથી બહાર આવી ઝડપી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. ભારત આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં અગ્રસ્‍થાને છે અને ચોથા ક્રમે પહોંચી ચૂક્‍યું છે. આ બજેટ દેશની વિકાસ ગતિને વધુ વેગ આપનારું સાબિત થશે.

ગુજરાત માટે ‘સુવર્ણ તક' સમાન ઐતિહાસિક જાહેરાતો

શ્રી વાળાએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રીય બજેટ ૨૦૨૬૨૭માં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક અને દુરોગામી જાહેરાતો કરવામાં આવી છે, જે રાજ્‍યના ઉદ્યોગ, પર્યટન અને કનેક્‍ટિવિટી માટે નવા અવસરોનાં દ્વાર ખોલશે.

બજેટમાં ગુજરાતને થયેલા  મુખ્‍ય લાભો

GIFT City માટે મોટો બૂસ્‍ટ ગાંધીનગર સ્‍થિત GIFT Cityમાં કાર્યરત એકમો માટે ટેક્‍સ હોલિડેની મર્યાદા ૧૦ વર્ષથી વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે. એટલું જ નહીં, ટેક્‍સ હોલિડે બાદ પણ માત્ર ૧૫%ના રાહત દરે ટેક્‍સ લાગુ પડશે, જેના કારણે GIFT Cityની આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્‍દ્ર તરીકેની સ્‍પર્ધાત્‍મકતા વધુ મજબૂત બનશે.

પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ગુજરાતના ઐતિહાસિક હેરિટેજ સ્‍થળો લોથલ અને ધોળાવીરાને રાષ્ટ્રીય પુરાતત્‍વીય હેરિટેજ ક્‍લસ્‍ટર પ્રવાસન વિકાસ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્‍યા છે. આ પગલાંથી રાજ્‍યમાં પ્રવાસન આધારિત રોજગારીની નવી અને વ્‍યાપક તકો સર્જાશે.

MSME અને ઉદ્યોગોને વિશા પ્રોત્‍સાહન નાના અને મધ્‍યમ ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડનું SME ગ્રોથ ફંડ જાહેર કરવામાં આવ્‍યું છે. તેનો સીધો લાભ સુરત (ટેક્‍સટાઇલ), રાજકોટ (એન્‍જિનિયરિંગ), જામનગર (બ્રાસ પાર્ટ્‍સ) અને અમદાવાદના કેમિકલ ક્‍લસ્‍ટરોને મળશે.

કનેક્‍ટિવિટી અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ પૂર્વના દાનકુનીથી પヘમિના સુરતને જોડતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાની જાહેરાત લોજાિસ્‍ટિક્‍સ ખર્ચમાં મોટો ઘટાડો લાવશે. ઉપરાંત, દેશમાં પ્રસ્‍તાવિત ૭ નવા હાઈ-સ્‍પીડ રેલ કોરિડોરથી ગુજરાતને વ્‍યાપક અને આધુનિક કનેક્‍ટિવિટી મળશે.

સેમિકન્‍ડક્‍ટર અને કેમિકલ હબ તરીકે ગુજરાત ‘ભારત સેમિકન્‍ડક્‍ટર મિશન ૨.૦' અંતર્ગત ગુજરાતને ચિપ મેન્‍યુફેક્‍ચરિગ ક્ષેત્રે વિશાળ લાભ મળશે. સાથે સાથે રાજ્‍યમાં ૩ ડેડિકેટેડ કેમિકલ પાર્ક્‍સ સ્‍થાપવાની યોજના ઉદ્યોગ વિકાસને નવી ઊંચાઈ આપશે.

જામનગર  ગ્‍લોબલ હેલ્‍થ હબ જામનગર ખાતે ષ્‍ણ્‍બ્‍ના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને અપગ્રેડ કરી તેને વૈશ્વિક હેલ્‍થ હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નવી આયુર્વેદિક AIIMS તથા NIPER કેન્‍દ્ર સ્‍થાપવાની દરખાસ્‍ત પણ આરોગ્‍ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું છે.

બાયોફાર્મા શક્‍તિ  ગુજરાત ફાર્મા સેક્‍ટરનું હબ છે ત્‍યારે ‘બાયોફાર્મા શક્‍તિ' કાર્યક્રમ હેઠળ વૈશ્વિક બાયોફાર્મા ઉત્‍પાદન કેન્‍દ્ર તરીકે વિકસાવવા માટે ૫ વર્ષમાં ૧૦,૦૦૦ કરોડનું રોકાણ થશે.જેનો સીધો લાભ ગુજરાતને થવાનો છે.ગુજરાતમાં રોકાણો આકર્ષિત થશે અને રોજગારીનું સર્જન થશે. આમ, મેન્‍યુફેક્‍ચરિંગ, ફાર્મા, ચીપ, સોલાર, ટેકસટાઇલ, ટુરીઝમ, ડીફેન્‍સ તેમજ એમએસએમઈ ક્ષેત્રે ગુજરાતને સીધો ફાયદો થશે. અંતમાં પ્રશાંત વાળાએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્‍વ હેઠળ રજૂ થયેલ આ બજેટ આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્‍વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન છે. ભારતીય જનતા પાર્ટી આ બજેટનું હાર્દિક સ્‍વાગત કરે છે અને વિશ્વાસ વ્‍યક્‍ત કરે છે કે આ બજેટ દેશ સહિત ગુજરાતના સર્વાંગી વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. 

ગુજરાત ભાજપા પ્રદેશ મીડિયા ઈન્‍ચાર્જ પ્રશાંત વાળા

મો.૯૯૨૪૨ ૦૯૧૯૧

 

(10:45 AM IST)