<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

અમદાવાદમાં ભરોષો ભારે પડ્યો :ટેનિસ કોચિંગ માટે પુત્રને ઘરે લેવા આવેલ કોચ દાગીના સહિત 12 લાખની ચોરી કરીને ફરાર

કોચ વૈદિકે આ દાગીના તેની પત્નીના છે અને રૂપિયાની જરૂર હોવાનું કહીને તેના મિત્રને વેચવા માટે આપ્યા અને દાગીના વેચી 10 લાખ રૂપિયા લઈને ફરાર થયો

અમદાવાદમાં પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો. ટેનિસ કોચિંગ માટે પુત્રને ઘરે લેવા માટે આવેલા કોચે દાગીના સહિત 12 લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. 

 આ અંગે મળતી વિગત મુજબ સાયન્સસીટી વિસ્તારમાં રહેતા ફરિયાદી ગૌરવ દીક્ષિતે પુત્ર માટે વૈદિક મનસોને ટેનિસ કોચ તરીકે રાખ્યા હતા. જેથી ફરિયાદીના પુત્રને લેવા તેના ઘરે આવતો અને આજ મોટી ભુલ સાબિત થઈ હતી . એક દિવસ કોચ વૈદિકએ ઘરમાં બાથરૂમ જવાના બહાને 12 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો 

  પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોચ વૈદિકે આ દાગીના તેની પત્નીના છે અને રૂપિયાની જરૂર હોવાનું કહીને તેના મિત્રને વેચવા માટે આપ્યા હતા અને તે દાગીના વેચી 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. ત્યારે સોલા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે…

(11:49 PM IST)